નવી દિલ્હી : ચૂંટણી પંચે રવિવારે લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ચૂંટણીની તારીખની જાહેરાત સાથે જ સમગ્ર દેશણાં આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ચુકી છે. આચાર સંહિતા લાગુ થતાની સાથે જ રાજનીતિક પાર્ટીઓ, ઉમેદવાર, સત્તાધારી પાર્ટી અને મંત્રી પ્રતિનિધિઓને ચૂંટણી પંચના દિશા નિર્દેશ અનુસાર જ કામ કરવું પડશે. જો કે આદર્શ આચાર સંહિતા શું છે તે અંગેનો એક વિસ્તૃત અહેવાલ...

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આદર્શ આચાર સંહિતા
આદર્શ આચાર સંહિતા રાજનીતિક પાર્ટીઓ અને ઉમેદવારો માટે ચૂંટણી પંચની તરફથી બહાર પાડવામાં આવતા કેટલાક દિશા નિર્દેશ હોય છે. દરેક પાર્ટી અને ઉમેદવારોને આ નિયમોનું પાલન કરવું પડે છે. આ નિર્દેશોનું પાલન નહી કરનારા ઉમેદવાર અથવા પાર્ટીઓ પર ચૂંટણી પંચની તરફથી કાર્યવાહી કરવામાં આવી શકે છે. 

ક્યારથી લાગુ થાય છે સંહિતા
કોઇ પણ ચૂંટણીની તારીખ જાહેર થાય તે સાથે જ તે વિસ્તારમાં આચાર સંહિતા લાગુ થઇ જાચ છે. રાજનીતિક પાર્ટીઓ, સત્તાધારી પાર્ટી, ઉમેદવાર અને એક અધિકાર ક્ષેત્રમાં જ રહીને કામ કરી શખે છે. જો લોકસભા ચૂંટણીની વાત કરીએ તો આ સમગ્ર દેશમાં લાગુ પડે છે. 
પરિણામ આવતા સુધી મંત્રી કે કોઇ પ્રતિનિથિ આ કામ નહી કરી શકે
- કોઇ પણ સ્વરૂપે કોઇ પણ આર્થિક મંજુરી અથવા જાહેરાત કરી શકે નહી
- લોકસેવકોને છોડીને કોઇ પણ પ્રકારની યોજના અથવા સ્કીમની જાહેરાત કરી શકાય નહી઼
- માર્ગ નિર્માણ અને પીવાના પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વચન આપી શકે નહી
- શાસન જાહેર સાહસો વગેરેમાં કોઇ પણ નિયુક્તિ ન થઇ શકે, જેમાં સત્તાધારી પાર્ટીના હિતમાં કોઇ મતદાન પ્રભાવિત થાય.


સાધારણ દિશા-નિર્દેશ
કોઇ પણ દળ અથા ઉમેદવાર તેવું કામ કરી શકે નહી જેમાં અલગ અલગ જાતીનાં અને ધાર્મિક અથા અન્ય મુદ્દાઓ વચ્ચે મતભેદ થાય. તમામ રાજનીતિક પાર્ટીઓ ઉમેદવારોની ટીકા, નીતિઓ સુધી જ સીમિત થઇ જાય છે. કોઇ પણ પાર્ટી ઉમેદવારના ઝંડા અને નારાલખવા માટે કોઇ પણ ખાનગી સંપત્તીનો પરવાનગી વગર ઉપયોગ થઇ શકે નહી. 


સત્તાપક્ષ માટે ખાસ નિર્દેશ
મંત્રીએ પોતાનાં શાસકીય મુલાકાત અને પ્રચારની સાથે જોડી શકે નહી. પ્રચારમાં શાસકીય પક્ષ મશીનરી કરે કર્મચારીનો ઉપયોગ કરી શકાય નહી. સઆથે જ સરકારી ગાડીઓ, સરકારી વાહનો, પોતાનાં હિત માટે ઉપયોગમાં લઇ શકે નહી. કોઇ પણ સત્તાધારી જાહેર સ્થળો પર સરકારી વસ્તુઓનો ઉપયોગ કરી શકે નહી. 

મતદાનના નિર્દેશ
ચૂંટણીના દિવસે કોઇ પણ પાર્ટી કે ઉમેદવાર મતદાતાઓને જે ઓળખ પત્ર આપવામાં આવે તે માત્ર સફેદ કાગળ જ હોવો જોઇએ અને તેના પર ચૂંટણી ચિન્હ સંબંધિત કોઇ પણ માહિતી ન હોવી જોઇએ. મતદાન કેન્દ્ર નજીક લગાવાયેલા બુથ પર કોઇ પ્રચારની સામગ્રી ન હોય અથવા એવી કોઇ વસ્તુ કે જેનાં કારણે ટોળુ ભેગુ થાય. 

સભાઓ મુદ્દે નિર્દેશ
કોઇ પણ સભા કરતા પહેલા સ્થાનીક તંત્રને તેની માહિતી આપવી જરૂરી છે. તેના માટે લાઉડ સ્પીકર્સ, ત્યાં કોઇ ધારા કે આદેશ લાગુ છે કે નહી તેની માહિતી હોવી જરૂરી છે. બીજી તરફ સભા માટે પણ પહેલા પરવાનગી લેવી જોઇએ. કોઇ પણ નિષેધાત્મક લાગુ ન થાય.