વડાપ્રધાન મોદીએ ચોકીદાર શબ્દ હટાવ્યો, કહ્યું ભાવના હૃદયમાં અમર રહેશે
વડાપ્રધાને કહ્યું કે, ચોકીદારની ભાવના દેશવાસીઓનાં હૃદયમાં જીતીવ રહે તે જરૂરી છે
નવી દિલ્હી : ચોકીદાર શબ્દ કદાચ જ કોઇ એવી વ્યક્તિ હશે જેને યાદ નહી હોય. જો કે લોકસભા ચૂંટણી 2019માં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યા બાદ હવે સરકાર રચવા જઇ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પોતાનાં નામની આગળથી ચોકીદાર શબ્દ હટાવ્યો હતો. વડાપ્રધાને લખ્યું કે, હવે સમય આવી ચુક્યો છે કે ચોકીદાર ભાવનાને આગામી સ્તર પર લઇ જવામાં આવે. આ ભાવનાને હંમેશા જીવીત રાખવા અને દેશના વિકાસ માટે કામ કરતા રહીએ. હું ચોકીદાર શબ્દ મારા નામ આગળથી હટાવી રહ્યો છું, પરંતુ તે આંતરિક રીતે મારો હિસ્સો રહેશે. હવે હું અન્ય કાર્યકર્તાઓને પણ અપીલ કરુ છું કું તમે પણ તમારા નામ આગળથી શબ્દ હટાવી શકો છો.
રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા, અમેઠીની હારનો કર્યો સ્વીકાર
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાના મહત્વનાં મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો ચોકીદાર શબ્દ છે. આ શબ્દ પરથી જ વિપક્ષી કોંગ્રેસે ચોકીદાર ચોર હે જેવા નારાઓ આપ્યા હતા. જો કે આ તમામ નારાઓ બેઅસર રહ્યા હતા. જે પ્રકારે ભાજપ અને એનડીએ સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી રહ્યું છે તે જોતા આ નારાઓ જનમાનસ પર કોઇ કામ કર્યું હોય તેવું લાગી રહ્યું નથી.
જીત પાક્કી થતાં ગૌતમનું ટ્વીટ, બોલ્યો- BJPની 'ગંભીર' વિચારધારાની છે જીત, કેજરીવાલ પર કર્યા પ્રહાર
રામગોપાલ વર્માએ ચંદ્રબાબૂ નાયડૂની હાર પર કર્યું Tweet, 'જન્મ- 29 માર્ચ 1982, મૃત્યુ- 23 મે 2019'
વડાપ્રધાને આ શબ્દ હટાવતાની સાથે જ કેટલાક વિપક્ષી નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. કે જીત પ્રાપ્ત કર્યાની ગણત્રીનાં સમયમાં ચોકીદાર શબ્દ હટાવી લીધો તેના પરથી જ વડાપ્રદાનની નીતિ સ્પષ્ટ થાય છે. જો કે વડાપ્રધાને શબ્દ હટાવ્યા બાદ તબક્કાવાર ભાજપના મોટા માથાઓ દ્વારા પણ ચોકીદાર શબ્દ હટાવી લેવાયો હતો. જેમાં અમિત શાહથી માંડીને અનેક કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે.