રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા, અમેઠીની હારનો કર્યો સ્વીકાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મળેલા પરાજય બાદ પત્રકાર પરિષદ કરી હતી. તેમણે આ જીત માટે નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી. 

રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા, અમેઠીની હારનો કર્યો સ્વીકાર

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસને મળેલા પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પહેલા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં વિજય મેળવવા માટે શુભેચ્છા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હું તેમને દિલથી શુભેચ્છા આપું છું.' આ સાથે તેમણે કહ્યું કે, પ્રજાએ જે નિર્ણય આપ્યો છે તેનો કોંગ્રેસ પાર્ટી સ્વીકાર કરે છે. લોકોએ પોતાનો નિર્ણય નરેન્દ્ર મોદીના પક્ષમાં આપ્યો છે. તો રાહુલ ગાંધીએ કહ્યું કે, આ હારની 100 ટકા જવાબદારી મારી છે. 

— ANI (@ANI) May 23, 2019

આ સાથે રાહુલ ગાંધીએ કહ્યું કે, આ વિચારધારાની લડાઇ છે. અમારી આ લડાઇ ચાલું રહેશે. કોંગ્રેસના જે નેતાઓ જીત્યા છે કે હાર્યા છે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. આજનો દિવસ નરેન્દ્ર મોદીને શુભકામના આપવાનો છે. આ સાથે રાહુલ ગાંધીએ અમેઠીની હારનો પણ સ્વીકાર કરતા સ્મૃતિ ઈરાનીને પણ શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, અમેઠીની જનતાએ સ્મૃતિ ઈરાનીના પક્ષમાં પોતાનો નિર્ણય આપ્યો છે. જેથી સ્મૃતિ ઈરાનીને શુભકામનાઓ. આશા છે કે તે આવનારા સમયમાં અમેઠીના લોકો માટે કામ કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news