ભાજપની 18મી યાદીમાં 24 ઉમેદવારોનાં નામની જાહેરાત, MPમાં છિંદવાડામાં રસાકસી
ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 24 ઉમેદારોની 18મી યાદી બહાર પાડી છે, જેમાં હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ લોકસભા ચૂંટણી માટે 24 ઉમેદવારોની 18મી યાદી બહાર પાડી દીધી છે. પાર્ટીએ હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપનાં મધ્યપ્રદેશનાં હાઇપ્રોફાઇલ સીટ છિંદવાડાથી નાથન શાહને ટિકિટ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છિંદવાડા સીટ પરથી કોંગ્રેસે મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથને ટિકિટ ફાળવી છે. બીજી તરફ ઉત્તરપ્રદેશનાં ફૂલપુરથી કેસરી પટેલને ટિકિટ ફાળવવામાં આવી છે.
ફારુક અબ્દુલ્લાને ભારતીય વાયુસેના પર નથી વિશ્વાસ, F-16 મુદ્દે ઉઠાવ્યા સવાલ
પાર્ટીએ આ ઉપરાંત ઓરિસ્સામાંયોજાનારી વિધાનસભા ચૂંટણી માટે 2 ઉમેદવાર, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની એક એક વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. છિંદવાડામાં વિધાનસભા પેટા ચૂંટણી માટે પાર્ટીનાં વિવેક સાહુને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
બીજી તરફ રાજસ્થાનની રાજસમંદ લોકસભા સીટથી જયપુરનાં રાજઘરાનાની પૂર્વ રાજકુમારી દીયા કુમારી સિંહને ટિકિટ ફાળવવામાં આવી છે. રાજસમંદ સીટ મુદ્દે ભાજપમાં ભારે હુંસાતુંસી હતી. ગુલાબ ચંદ કટારિયા જુથ ઇચ્છે છે કે દીયાકુમારીને ટિકિટ ન મળવી જોઇએ. જ્યારે કટારિયા પોતાનાં વિરોધી કિરણ મહેશ્વરીની ટિકિટ કાપવા માંગતા હતા. જ્યારે વસુંધરા રાજે સિંધિયા ઇચ્છતા હતા કે દીયા કુમરીનાં બદલે કિરણ મહેશ્વરીને ટિકિટ મળે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિયા કુમારી જયપુરથી ચૂંટણી લડવા માંગતા હતા. જો કે સમસ્યા એ હતી કે જયપુરની ગ્રામીણ સીટ પરથી પણ રાજપુત રાજ્યવર્ધન સિંહ છે. એવામાં 2-2 રાજપુત ઉમેદવારોને જયપુરથી ઉભા રાખી શકાય નહી.