ફારુક અબ્દુલ્લાને ભારતીય વાયુસેના પર નથી વિશ્વાસ, F-16 મુદ્દે ઉઠાવ્યા સવાલ
અમેરિકી પત્રિકાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભારતનાં લોકોને ખોટી માહિતી અપાઇ રહી છે, અમેરિકી પત્રિકાએ આ અંગે સ્પષ્ટતા કરી છે
Trending Photos
શ્રીનગર : નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ પોતાનાં હાલનાં જ નિવેદનમાં ભારતીય વાયુસેનાની પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં ભ્રમ ફેલાવાઇ રહ્યો છે કે આપણે પાકિસ્તાનનાં એફ-16 પ્લેનને તોડી પાડ્યું. અમેરિકી પત્રિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતનાં લોકોને ખોટી માહિતી અપાઇ રહી છે. તેણે કહ્યું કે, એક અમેરિકી પત્રિકા ફોરેન પોલિસીનું કહેવું છે કે અમેરિકા દ્વારા કરવામાં આવેલી ગણત્રીમાં પાકિસ્તાનનું એક પણ એફ-16 ફાઇટર પ્લેન ગુમ નથી થયું. અહીં સૌથી મહત્વની વાત છે કે એફ-16 ફાઇટર પ્લેન તોડી પડાયું હોવાની વાતની પૃષ્ટી ભારતીય વાયુસેનાએ કરી છે.
લોકસભા ચુંટણી 2019 (Lok Sabha elections 2019) માટે મત માંગવા પહોંચેલા ફારુકે કહ્યું કે, ''આજે જ અમેરિકાની સરકારે નિવેદન આપ્યું છે કે જેટલા પણ એફ-16 પ્લેન પાકિસ્તાન પાસે હતા તે બધા જ યથાવત્ત છે. એક પણ તુટ્યું નથી. અસત્યનાં પાયા પર પોતાની સરકાર ચલાવી રહ્યા છે આપણા પીએમ સાહેબ. ક્યાં સુધી ખોટુ બોલતા રહેશો, તમે શા માટે ખોટુ બોલો છો ?''
ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, અમે આ રીતે રહેવાનું સહન કરી શકીએ નહી. રોજ સેંકડો મોત થઇ રહ્યા છે. જ્યારે કારગિલનું યુદ્ધ થયું ત્યારે પણ રસ્તાઓ બંધ નહોતા થયા. આજે કયુ યુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે તેમણે બે દિવસ માટે રસ્તાઓ બંધ કરી દેવા પડે છે. શું અમે તેમના ગુલામ છીએ. શું જમ્મુ કાશ્મીર ગુલામ છે. અમે ન તો ક્યારે ગુલામ હતા અને ન તો ક્યારે રહીશું. તેણે કહ્યું અમને ડરાવશો નહી, એવું ન સમજો કે તમે અમારા ભગવાન છો. ન તો અમે તમારા ગુલામ હતા ન રહીશું. ઉપરથી તેઓ અમારા ગુલામ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે