લોકસભા ચૂંટણી 2019: BJP વિરૂદ્ધ AAP-કોંગ્રેસમાં રંઘાઇ રહી છે ગઠબંધનની ખિચડી!
દેશની 4 લોકસભા સીટ અને 11 વિધાનસભા સીટોમાં વિપક્ષને સારી સફળતા મળી છે. આ ચૂંટણીમાં ભાજપ ફક્ત એક લોકસભા અને એક વિધાનસભા સીટ જીતવમાં સફળ રહી છે. હવે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર તાલેમેલ મેળવવા માટે મુખ્ય પાર્ટીઓમાં તોડજોડ શરૂ થઇ ગઇ છે.
નવી દિલ્હી: દેશની 4 લોકસભા સીટ અને 11 વિધાનસભા સીટોમાં વિપક્ષને સારી સફળતા મળી છે. આ ચૂંટણીમાં ભાજપ ફક્ત એક લોકસભા અને એક વિધાનસભા સીટ જીતવમાં સફળ રહી છે. હવે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર તાલેમેલ મેળવવા માટે મુખ્ય પાર્ટીઓમાં તોડજોડ શરૂ થઇ ગઇ છે. આમ 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે દિલ્હીની 7 લોકસભા સીટો પર તાલમેલની વાત ચાલી રહી છે.
બંને પક્ષો દ્વારા ટ્વિટર પર નિવેદનબાજીથી એવા સંકેત મળવાનું શરૂ થઇ ગયું છે. જોકે બંને પક્ષોએ આ ચૂંટણી પૂર્વ ગઠબંધનની સંભાવનાને નકારી કાઢી છે. આમ એટલા માટે સંભવ છે કારણ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ગઠબંધન પ્રત્યેની વિચારસણી બદલાયેલી છે. પહેલાં તે કોંગ્રેસના કોઇ પક્ષ સાથે ગઠબંધ વિરૂદ્ધ રહેતા હતા પરંતુ જ્યારેથી ગઠબંધન ઉમેદવઆરો વિધાનસભા અને લોકસભા પેટાચૂંટણીમાં જીતી રહ્યા છે તેનાથી રાહુલને પોતાનું વલણ બદલવા પર મજબૂર થયું પડ્યું છે.
ટ્વિટર પર નજીક આવ્યા કોંગ્રેસ અને આપ
તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર્વ પીએમ મનમોહન સિંહની શાનની પ્રશંસા કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે 'દેશ ડો. મનમોહન સિંહ જેટલા સમક્ષ અને ભણેલા-ગણેલા પીએમને મિસ કરે છે. પીએમ તો ભણેલા-ગણેલા હોવા જોઇએ.' આપના નેતા દિલીપ પાંડેયએ ત્યાં સુધી કહી દીધું કે કોંગ્રેસના નેતા તેમની પાર્ટી સાથે સંપર્કમાં છે.
એક ટ્વિટમાં તેમણે લખ્યું હતું- 'અજય માકનજી, કોંગરેસના કેટલાક વરિષ્ઠ નેતા આપના સંપર્કમાં છે અને તે હરિયાણા, દિલ્હી અને પંજાબમાં અમારો સાથ ઇચ્છે છે. દિલ્હીમાં અમારી પાસે સીટ માંગી રહ્યા છે.' દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને આ ટ્વિટનો રિપ્લાઇ કર્યો છે. તેમણે ટ્વિટમાં કેજરીવાલ પર હુમલો કર્યો છે. તેનાથી લાગે છે કે હજુ આપ અને કોંગ્રેસમાં વાત બની નથી પરંતુ અંદરખાને વાતચીત ચાલી રહી છે.
આપે 5 પ્રભારીની નિમણૂંક કરી, 2 પર નામોની જાહેરાત બાકી
આ દરમિયાન, આપે દિલ્હીમાં 5 લોકસભા સીટો પર 5 પ્રભારી નિમ્યા છે પરંતુ પશ્વિમ અને નવી દિલ્હી સીટ પર હજુ નામોની જાહેરાત કરી નથી. તેનાથી લાગે છે કે આપ બે સીટ કોંગ્રેસને આપવા માટે રાજી છે, જેને લઇને બંને પક્ષો ઉચ્ચ સ્તર પર વાત ચાલી રહી છે.
તેના પર અજય માકને ટ્વિટ કર્યું કે આપની લોકપ્રિયતા ઝડપથી ઘટી રહી છે, એટલા માટે તે દરેક સંભાવના પર કામ કરી રહ્યા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના સમાચાર અનુસાર દિલ્હીમાં સાથે ચૂંટણી લડવા પર આપ અને કોંગ્રેસમાં વાતચીત થઇ છે.