જનાદેશ 2019: 541 સીટોનાં પરિણામ જાહેર, 1 સીટ કેમ છે બાકી જાણો કારણ !
નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ જોરદાર અંદાજમાં જીત પ્રાપ્ત કરતા ફરી સત્તાનો દોર સંભાળવા માટે આગેકુચ કરી છે
નવી દિલ્હી : નરેન્દ્ર મોદીની આગેવાનીમાં જોરદાર અંદાજમાં જીત પ્રાપ્ત કરતા ફરીથી સત્તામાં પરત ફર્યા છે. એનડીએની આ જીત 5 વર્ષ પહેલાની તુલનાએ વધારે મોટી અને ઐતિહાસિક છે. જો કે 28 કલાકથી વદારે સમય પસાર થઇ જવા છતા પણ કાઉન્ટિંગ ચાલી રહ્યું છે અને અનેક સંસદીય ક્ષેત્રનાં પરિણામ આવવાનાં બાકી છે. 9 દળોએ 10 અથવા તેના કરતા વધારે સીટો પર જીત પ્રાપ્ત કરી છે.
રાજનીતિના ચાણક્ય હવે ચલાવશે 'સરકાર', કોણ બનશે ભાજપનો 'નાથ'?
543માંથી 542 સંસદીય સીટો પર કરવામાં આવેલી તમગણતરીમાં અત્યાર સુધી 541 સીટોનાં પરિણામો આવી ચુક્યા છે અને હાલ 1 સીટનું પરિણામ આવવાનું બાકી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અત્યાર સુધી 302 સીટો પર જીત પ્રાપ્ત થઇ ચુકી છે. જ્યારે એક સીટ પર હજી સુધી લીડ પર છે.
BIG NEWS: જાણો નરેન્દ્ર મોદીનો બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાનો 'સ્પેશિયલ પ્લાન'
આ છે PM મોદીની પ્રચંડ જીતના કારણો, જેનાથી દેશની જનતા થઈ હતી ઈમ્પ્રેસ
ગઠબંધનનાં આધારે વાત કરીએ તો ભાજપની આગેવાનીમાં રહેલ એનડીએના ખાતામાં 351 સીટો મેળવીને ઇતિહાસ રચ્યો છે. જ્યારે કોંગ્રેસ નેતૃત્વની યુપીએ સરકારનાં ખાતામાં 91 સીટો આવી છે. જ્યારે મહાગઠબંધન અને અન્યને 100 સીટો મળી છે. 2014ની ચૂંટણીમાં 8 રાજનીતિક દળોએ જીતની સદી ફટકારી હતી. જો કે આ વખતે 9 દળોએ 10ના આંકડો સ્પર્શયો હતો. જો કે ગત્ત ચૂંટણીમાં 2 દળોએ 9-9 સીટો મેળવી હતી.
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી આગામી 100 દિવસમાં આ 10 પડકારનો કરવો પડશે સામનો
કોંગ્રેસની 10 વર્ષ બાદ ફિફ્ટી
આ ચૂંટણીમાં ભાજપ બાદ કોંગ્રેસ બીજી સૌથી મોટી પાર્ટી છે અને તેણે 52 સીટો પર જીત પ્રાપ્ત કરી છે. ગત્ત વખતની તુલનાએ આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન સારુ રહ્યું, ગત્ત ચૂંટણીમાં કોંગ્રેસની 44 સીટો હતી. ત્યાર બાદ ચૂંટણીમાં ત્રીજી સૌથી મોટી સફળ પાર્ટી ડીએમકે છે જેણે તમિલનાડુમાં 23 સીટો પર કબ્જો કર્યો છે. ખાસ વાત છે કે ડીએમકેએ તમિલનાડુમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી હતી.
પરિણામ પછી પોક મુકીને રડ્યો આ ઉમેદવાર, મળ્યા 5 વોટ, 9 સભ્યોનો છે પરિવાર!
2014ની ચૂંટણીમાં ચોથી સૌથી મોટી પાર્ટીનો દરજ્જો મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસની પાસે હતો અને આ વખતો પણ સીટ મુદ્દે ચોથા સ્થાન પર રહી હતી. જો કે 5 વર્ષ પહેલા તેની સ્થિતી ઘણી મજબુત હતી કારણ કે તેના 34 સાંસદો લોકસભા પહોંચ્યા હતા, પરંતુ આ વખતે તેની પાસે માત્ર 22 સીટો જ છે.
લોકસભા ચૂંટણીમાં વિજય પછી PM મોદીએ લીધા અડવાણી અને મુરલી મનોહર જોશીના આશિર્વાદ
ટોપ-5માં YSRની પાર્ટી
પાંચમા સ્થાન પર આંધ્રપ્રદેશમાં 22 સીટો પર જીત પ્રાપ્ત કરનારી વાઇએસઆર કોંગ્રેસ પાર્ટી છે. જેણે આ વખતે ચૂંટણીમાં ચોંકાવનારુ પ્રદર્શન કર્યું છે. YSRએ 22 માંથી 21 સીટો પર કબ્જો કર્યો છે. છઠ્ઠા નંબર પર રહેલ શિવસેનાએ 18 સીટો જીતી છે. એનડીએમાં ભાજપની સહયોગી શિવસેના બાદ જનતા દળ (યુનાઇટેડ) એટલે કે જેડીયુ આ ચૂંટણીમાં સાતમી સૌથી સફળ પાર્ટી છે અને તેને 16 સીટો પર જીત મળી છે. આ ઉપરાંત બીજુ જનતા દળ (12) અને બહુજન સમાજ પાર્ટી (10) બે અન્ય સફળ દળ છે. જેમને 10 અથવા તેનાથી વધારે સીટો પર જીત પ્રાપ્ત થઇ છે.
લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ 'મોદી લહેર' છતાં દેશભરમાંથી આટલા મુસ્લિમ ચૂંટાઈને પહોંચ્યા સંસદ
15 દળોને મળી 1-1 સીટ
રામવિલાસ પાસવાનની પાર્ટી લોકજનશક્તિ પાર્ટીને 6 સીટો પર જીત મળી તો 2 દળો (સમાજવાદી પાર્ટી અને એનસીપી)ને 5-5 સીટો પર જીત પ્રાપ્ત થઇ છે. આ ઉપરાંત આ ચૂંટણીમાં 15 દળોને 1-1 સીટો પર જીત મળી. બીજી તરફ 4 દળોને 2-2 અને 4 દળોને 3-3 સીટો પર જીત પ્રાપ્ત કરી. 4 સીટો અપક્ષ ઉમેદવારનાં ખાતામાં ગઇ છે. 17મી લોકસભાની રચના મુદ્દે 7 તબક્કામાં કરાવવામાં આવેલા મતદાનની મતગણત્રી 23 મેનાં રોજ દેશની અનેક ગણતરીનાં સ્થલો પર ચાલુ કરવામાં આવી હતી. વૈલ્લોર લોકસભા સીટ પર ચૂંટણી સ્થગીત કરી દેવામાં આવી હતી.
Status Known For 542 out of 542 Constituencies |
|||
---|---|---|---|
Party | Won | Leading | Total |
Aam Aadmi Party | 1 | 0 | 1 |
AJSU Party | 1 | 0 | 1 |
All India Anna Dravida Munnetra Kazhagam | 1 | 0 | 1 |
All India Majlis-E-Ittehadul Muslimeen | 2 | 0 | 2 |
All India Trinamool Congress | 22 | 0 | 22 |
All India United Democratic Front | 1 | 0 | 1 |
Bahujan Samaj Party | 10 | 0 | 10 |
Bharatiya Janata Party | 302 | 1 | 303 |
Biju Janata Dal | 12 | 0 | 12 |
Communist Party of India | 2 | 0 | 2 |
Communist Party of India (Marxist) | 3 | 0 | 3 |
Dravida Munnetra Kazhagam | 23 | 0 | 23 |
Indian National Congress | 52 | 0 | 52 |
Indian Union Muslim League | 3 | 0 | 3 |
Jammu & Kashmir National Conference | 3 | 0 | 3 |
Janata Dal (Secular) | 1 | 0 | 1 |
Janata Dal (United) | 16 | 0 | 16 |
Jharkhand Mukti Morcha | 1 | 0 | 1 |
Kerala Congress (M) | 1 | 0 | 1 |
Lok Jan Shakti Party | 6 | 0 | 6 |
Mizo National Front | 1 | 0 | 1 |
Naga Peoples Front | 1 | 0 | 1 |
National People's Party | 1 | 0 | 1 |
Nationalist Congress Party | 5 | 0 | 5 |
Nationalist Democratic Progressive Party | 1 | 0 | 1 |
Revolutionary Socialist Party | 1 | 0 | 1 |
Samajwadi Party | 5 | 0 | 5 |
Shiromani Akali Dal | 2 | 0 | 2 |
Shivsena | 18 | 0 | 18 |
Sikkim Krantikari Morcha | 1 | 0 | 1 |
Telangana Rashtra Samithi | 9 | 0 | 9 |
Telugu Desam | 3 | 0 | 3 |
Yuvajana Sramika Rythu Congress Party | 22 | 0 | 22 |
Other | 8 | 0 | 8 |
Total | 541 | 1 | 542 |