લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ 'મોદી લહેર' છતાં દેશભરમાંથી આટલા મુસ્લિમ ચૂંટાઈને પહોંચ્યા સંસદ

લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં સંપૂર્ણપણે મોદી લહેર જોવા મળી છે અને દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ પણ તેની સામે ટકી શકી નથી, તેમ છતાં આ વખતે સંસદમાં પહોંચેલા મુસ્લિમોની સંખ્યા ગયા વર્ષ કરતાં થોડી વધી છે 
 

લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ 'મોદી લહેર' છતાં દેશભરમાંથી આટલા મુસ્લિમ ચૂંટાઈને પહોંચ્યા સંસદ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019નું પરિણામ હવે લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. 2014 પછી 2019માં પણ પ્રજાએ ફરી એક વખત મોદી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને પ્રચંડ વિજય સાથે મોદી સરકાર બનાવી છે. 2014ની ચૂંટણીમાં દેશમાં એક 'મોદી લહેર' જોવા મળી હતી અને હવે 2019માં પણ ફરીથી 'મોદી લહેર' સ્પષ્ટ રીતે જોવા મળી છે. જોકે, પાર્ટી ઉત્તર પ્રદેશમાં 2014 જેવું પ્રદર્શન કરી શકી નથી. ઉત્તરપ્રદેશમાં ભાજપે 80માંથી 73 સીટ જીતી હતી, પરંતુ આ વખતે 61 પર જ વિજય થયો છે. 

આ વખતે ઉત્તરપ્રદેશમાંથી 6 મુસ્લિમ ઉમેદવાર ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા છે. 'મોદી લહેર' હોવા છતાં દેશભરમાંથી કુલ 24 મુસ્લિમ ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા છે. 

2014માં યુપીમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર જીત્યો ન હતો
2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરના કારમે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં એક પણ મુસ્લિમ ઉમેદવાર ચૂંટાઈને સંસદ સુધી પહોંચી શક્યો ન હતો. જોકે, 2019માં પણ મોદી લહેર જોવા મળી છે અને યુપીમાં મહાગઠબંધન ભાજપને જોઈએ એવી ટક્કર આપી શક્યું નહીં. જોકે, ઉત્તરપ્રદેશમાંથી સૌથી વધુ 6 મુસ્લિમ ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા છે, જે મોટી વાત છે. 

ઉત્તરપ્રદેશના આ મુસ્લિમ 2019માં ચૂંટાયા

  • રામપુરઃ આઝમખાને જયાપ્રદાની હરાવ્યા
  • મુરાદાબાદઃ સપાના એચ.ટી. હસનનો વિજય
  • અમરોહાઃ બીએસપીના દાનિશ અલીનો વિજય
  • સંભલઃ ડોક્ટર શફીકૂર્રહેમાન બર્ક
  • સહારનપુરઃ હાજી ફઝલુર્રહેમાન
  • ગાઝીપુરઃ અફઝલ અંસારી

લોકસભા ચૂંટણી 2019 પરિણામઃ મુસ્લિમો માટે આ સંસ્થાએ કહી મોટી વાત... થયો વિવાદ 

અન્ય રાજ્યોમાં ચૂંટાયેલા મુસ્લિમ ઉમેદવાર

  • આસામઃ બદરૂદ્દીન અજમલ, અબ્દુલ ખાલિક (AIUDF)
  • કેરળઃ એમ.એમ. આરીફ, ઈ.ટી. મોહમ્મદ 
  • પશ્ચિમ બંગાળઃ નુસરત જહાં રૂહી, ખલીલુર્રહેમાન, અબુ તાહિર ખાન, સજદા ખાન 
  • તેલંગાણા(હૈદરાબાદ): અસદુદ્દીન ઓવૈસી
  • મહારાષ્ટ્ર (ઔરંગાબાદ): ઈમ્તિયાઝ જલીલ
  • લક્ષદ્વીપઃ મોહમ્મદ ફૈઝલ
  • પંજાબઃ મોહમ્મદ સાદિક
  • જમ્મુ-કાશ્મીરઃ હુસૈન મસૂદી, મોહમ્મદ અકબર લોન, ફારૂક અબ્દુલાલ
  • બિહારઃ ચૌધરી મહેબુબ અલી કૌસર, મોહમ્મદ જાવેદ
  • તમિલનાડુઃ નવાઝ કાની  

Lok Sabha Election Result 2019 : 'મોદી લહેર'માં કોંગ્રેસના 9 પૂર્વ મુખ્યમંત્રીનો પરાજય 

શું છે લોકસભાનો ઈતિહાસ? 
2014ની લોકસભામાં મુસ્લિમ સાંસદોની સંખ્યા 23 હતી, જે હવે 2019માં વધીને 24 થઈ છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસ પર નજર નાખીએ તો 1952માં 11 મુસ્લિમ સાંસદ લોકસભા પહોંચ્યા હતા. વર્ષ 1957માં 19, વર્ષ 1962માં 20, વર્ષ 1967માં 25 મુસ્લિમો ચૂંટાઈને સાંસદ બન્યા હતા. વર્ષ 1971માં 28, વર્ષ 1980માં 49 અને વર્ષ 1984માં 42 મુસ્લિમો ચૂંટાઈને લોકસભામાં પહોંચ્યા હતા. વર્ષ 2004માં 34, વર્ષ 2009માં 30 અને 2014માં 23 મુસ્લિમ ઉમેદવાર લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

મુસ્લિમ સાંસદલોકસભામુસ્લિમસંસદMuslim MPMuslims Elected in 2019લોકસભા ચૂંટણી 2019 પરિણામ લાઈવચૂંટણી પરિણામ 2019 લાઈવ અપડેટLoksabha Election 2019 Results LiveElection Results 2019લોકસભા ચૂંટણી 2019loksabha election 2019કોંગ્રેસભાજપભારતીય જનતા પાર્ટીCongressbjpનરેન્દ્ર મોદીરાહુલ ગાંધીસોનિયા ગાંધીઅમિત શાહપીએમ મોદીpm modinarendra modisonia gandhirahul gandhiPriyanka Gandhi VadraAmit ShahNCPસામાન્ય ચૂંટણી પરિણામAssembly by Election Resultsવિધાનસભા પેટા ચૂંટણી પરિણામ 2019Loksabha Election ResultsElection in IndiaIndia election 2019ગુજરાત લોકસભા સીટ#Lok Sabha Election Results 2019#Election Result 2019# લોકસભા ચૂંટણી પરિણામ 2019#ચૂંટણી પરિણામ 2019General Election Results 2019#LS Election 2019લોકસભા ચૂંટણીલેટેસ્ટ ન્યૂઝ ઈન ગુજરાતીગુજરાતી સમાચારlatest news in gujaratigujaratGujarati Newsgujarat newsnews in gujaratiઝી ન્યૂઝઝી ગુજરાતી સમાચારZee NewsZee Gujarati NewsયુનુસસલીમYunussalim

Trending news