આજથી શરૂ થઇ રહ્યું છે વિશ્વની મોટામાં મોટી લોકશાહીનું મહાપર્વ પર્વ
પશ્ચિમ યુપીની 8 સીટોનો ટ્રેન્ડ નિશ્ચિત કરશે દેશનું ભવિષ્ય, અનેક મોટા માથાઓનું ભાવી ઇવીએમમાં કેદ થશે
નવી દિલ્હી : વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ ગુરૂવારથી ચાલુ થવા જઇ રહ્યો છે. હાલ ગુરૂવારે પહેલા તબક્કાની લોકસભા ચૂંટણી માટે દેશનાં 18 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર મતદાતા પોતાનાં મતાધિકારનો પ્રયોગ કરશે. મતદાન સવારે 7 વાગ્યે ચાલુ થશે. તેના થોડા કલાકો પહેલા મુખ્ય ચૂંટણી આયુક્તે મતદાતાઓને અપીલ કરી. તેમણે બુધવારે સાંજે વોટર્સને સંબોધિત કરતા કહ્યું કે આ મારી વિનમ્ર અપીલ છે કે તમે મહત્તમમાં મહત્તમ સંખ્યામાં આવો અને મતદાન કરો જેના કારણે લોકશાહીનો આધાર મજબુત બને. તેમણે આગળ કહ્યું કે, અમારા પ્રયાસો ફળીભુત થશે. જો દરેક મતદાતા સંપુર્ણ ઉત્સાહ અને વિશ્વાસ સાથે લોકશાહીની પ્રક્રિયામાં હિસ્સો લે તો.
લોકસભા 2019: મમતા બેનર્જીનું હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું, તપાસનાં આદેશ
લોકસભા ચૂંટણીનાં પહેલા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે સંપુર્ણ તૈયારી કરી લીધી છે. કેન્દ્રમાં નવી સરકાર બનાવવા માટે સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. સાથે સાથે પહેલા તબક્કામાં જ આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. ઓરિસ્સા વિધાનસભા માટે પહેલા તબક્કાનું મતદાન પણ ગુરૂવારે થશે. પહેતા તબક્કામાં આંધ્રપ્રદેશ, અરૂણાચલ, મેઘાલય, ઉતરાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમુહ તથા તેલંગાણાની તમામ લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે. આ ઉપરાંત પહેલા તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ. જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, મણિપુર,, ઓરિસ્સા, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, અને પશ્ચિમ બંગાળમાં પણ કેટલીક લોકસભા સીટ માટે મતદાન થવાનું હતું.
સેનાએ જ્યારે રાફેલની વાત કરી તો કોંગ્રેસનાં દલાલો તેમાં પણ કામે લાગી ગયા: વડાપ્રધાન
UPના 11 ટકા મતદાતાઓ કરશે મતદાન
લોકસભા ચૂંટણીનાં પહેલા તબક્કા હેઠળ ગુરૂવારે પશ્ચિમી ઉત્તરપ્રદેશની આટ સીટો માટે મતદાન થવાનું છે. ભાજપની આ સીટો પર સમાજવાદી પાર્ટી (સપા), બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) અને રાષ્ટ્રીય લોકદળ (રાલોદ) ગઠબંધનના કારણે સામનો કરવો પડશે. કોંગ્રેસને તે પણ સારા પ્રદર્શનની આશા વ્યક્ત કરી છે. સહારનપુર, કૈરાના, મુજફ્ફરનગર, બિજનોર, મેરઠ, બાગપત, ગાઝીયાબાદ અને ગૌતમબુદ્ધ નગરની આઠ સીટો પર કુલ 1.5 કરોડ મતદાતાઓ છે, જે ગુરૂવારે મતદાન કરશે. આ મતદાતા રાજ્યની 80 લોકસભા સીટો માટે 14 કરોડથી વધારે મતદાતાઓનાં આશરે 10.45 ટકા છે.