લોકસભા 2019: મમતા બેનર્જીનું હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું, તપાસનાં આદેશ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું હતું, આ ઘટના તે સમયે બની જ્યારે તેઓ બુધવારે ઉત્તરબંગાળથી ઉત્તર દિનાપુરની રેલી માટે નિકળ્યા હતા

લોકસભા 2019: મમતા બેનર્જીનું હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું, તપાસનાં આદેશ

કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું હતું. આ ઘટના તે સમયે તઇ જ્યારે તેઓ બુધવારે ઉત્તરબંગાળથી ઉત્તરદિનપુરની રેલી માટે નિકળ્યા હતા. તેમનું હેલિકોપ્ટર રસ્તો ભટકી ગયું હતું. જેના કારણે મમતા બેનર્જી પોતાની રેલીમાં અડધો કલાક મોડા પહોંચ્યા હતા. સમાચાર સામે આવ્યા બાદ અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની તપાસ માટેનાં આદેશ આપવામાં આવ્યા છે. 

અધિકારીઓનાં અનુસાર ઘટના બપોરે એક વાગ્યાની છે. સિલીગુડીથી મમતા બેનર્જી રવાના થયા. આશરે 01.27 વાગ્યે તેમને ઉત્તર દિનાપુર પહોંચ્યા હતા પરંતુ તેઓ બપોરે આશરે 2 વાગ્યે રેલીમાં પહોંચ્યા. હેલિકોપ્ટર ભુલથી બિહાર તરફ જતું રહ્યું હતું. પાયલોટને હેલિપેડ શોધવામાં ખાસી મુશ્કેલી પડી હતી. જો કે રેડિયો પર કોન્ટેક્ટ કર્યા બાદ તે ગમે તે પ્રકારે યોગ્ય સ્થળે પહોંચવામાં સફળ રહ્યા હતા. 

રેલીમાં મોડા પહોંચવાનાં કારણે મમતાએ કહ્યું કે, હું તમારે બધાએ જે રાહ જોવી પડી તે બદલ દિલગીર છું. પાયલોટ રસ્તો ભટકી ગયો હતો હતો. સિલીગુડીથી અહીં આવવામાં આશરે 22 મિનિટનો સમય લાગે છે પરંતુ પાયલોટ રસ્તો ભટકી ગયા અને અને આશરે 55 મિનિટ જેટલો સમય લાગી ગયો. 

2016માં પટનાતી કોલકાતા જનારી ઇંડિગો વિમાન કોલકાતાનાં એનએસસીબીઆઇ હવાઇમથક પર અડધા કલાકથી વદારે સમય સુધી હવામાં જ રહ્યું હતું. જેનાં કારણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બેઠેલા હતા. તૃણમુલ કોંગ્રેસે ત્યારે આરોપ લગાવ્યો કે તેઓ પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીને મારવાનું ષડયંત્ર છે. દેશની સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. જો કે અધિકારીઓનું કહેવું હતું કે એર ટ્રાફીકનાં કારણે ફ્લાઇટને હોલ્ડ કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news