કોલકાતા: આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ 2019ના પહેલા દિવસે જ ખેડૂતો ખુશ થઈ જાય તેવો નિર્ણય લીધો છે. મમતા બેનરજીએ નવા વર્ષ અગાઉ સોમવારે અત્રે ખેડૂતોને આકર્ષવા સોમવારે રાજ્યના ખેડૂતો માટે 5000 રૂપિયા પ્રતિ એકરની વાર્ષિક નાણાકીય સહાયની જાહેરાત કરી. બેનરજીએ કૃષક બંધુ નામની એક રાજ્ય પ્રાયોજિત યોજના હેઠળ 18થી 60 વર્ષની ઉંમરના રાજ્યના દરેક ખેડૂત માટે 2 લાખ રૂપિયાના જીવન વીમાની પણ જાહેરાત કરી. આ યોજના પહેલી જાન્યુઆરી 2019 એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં નોંધનીય બાબત એ છે કે હાલમાં જ ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પણ ખેડૂતોના ઋણમાફીનું વચન આપીને સત્તા કબ્જે કરી. સરકાર બન્યા બાદ તરત ત્રણેય રાજ્યોમાં સરકારે ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત પણ કરી દીધી. 


HAPPY NEW YEAR 2019: આનંદો... આજથી આ 23 વસ્તુઓ થઈ સસ્તી, લિસ્ટ પર ફેરવો નજર


આ અગાઉ વર્ષ 2009માં કોંગ્રેસ ખેડૂતોના દેવા માફ કરીને સત્તામાં વાપસી કરી ચૂકી છે. જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે ખેડૂતોના ઋણમાફીનું વચન આપ્યું હતું. જેનો સીધો ફાયદો તેમને ચૂંટણીના પરિણામમાં જોવા મળ્યો. હવે જોવાનું એ રહેશે કે આગામી લોકસભા ચૂંટણીમાં મમતાને પશ્ચિમ બંગાળમાં ખેડૂતો માટે જાહેર કરાયેલી યોજનાઓનો કેટલો ફાયદો થાય છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વારંવાર કહે છે કે તેઓ હાલની કેન્દ્ર સરકાર પર એટલું દબાણ સર્જશે કે તેઓ ખેડૂતોના દેવા માફ કરવા માટે મજબુર થશે. 


બેનરજીએ અહીં પત્રકારોને જણાવ્યું કે બંગાળમાં કૃષિ ભૂમિનો ખુબ મોટો વિસ્તાર છે. અમારી પાસે 72 લાખ પરિવાર છે જે ખેતીના માધ્યમથી પોતાની રોજીરોટી રળે છે. અમારી સરકાર પ્રત્યેક પરિવારને દર વર્ષે બે હપ્તામાં 5000 રૂપિયા પ્રતિ એકરની નાણાકીય સહાયતા આપશે. જેમાં ખેડૂતો અને ખેતીહર મજૂરો બંને સામેલ છે. 


'જગતના તાત'ની આવક વધારવા સરકારની આ છે યોજના, ગુજરાતના ખેડૂતોને પણ મળશે લાભ


બેનરજીએ કહ્યું કે 18થી 60 વર્ષની આયુવાળા તમામ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા બે લાખ રૂપિયનો જીવન વીમો પ્રદાન કરાશે. તેમના મૃત્યુ બાદ, પ્રાકૃતિક હોય કે અપ્રાકૃતિક તેમના પરિવારને ધન ઉપલબ્ધ કરાવવામાં આવશે. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ કહ્યું કે આ યોજના 'ખેડૂતોના જીવન'ને સુરક્ષિત કરવા માટે બનાવવામાં આવી છે. 


તેમણે કહ્યું કે આ યોજના આવતી કાલે (પહેલી જાન્યુઆરી)થી શરૂ થઈ જશે. ખેડૂતો એક જાન્યુઆરી 2019થી વીમા માટે અરજી કરી શકશે. કોઈ પણ ખેડૂતના મૃત્યુ મામલે, રાજ્ય કૃષિ વિભાગ તેના પરિવારને ધન આપશે. દેશમાં ખેડૂતોની આત્મહત્યાનો ઉલ્લેખ કરતા બેનરજીએ કહ્યું કે બંગાળમાં અત્યાર સુધી ખેડૂતોના અપ્રાકૃતિક મોતની કોઈ ઘટના નોંધાઈ નથી કારણ કે રાજ્ય સરકારે તેમની સારી દેખભાળ કરી છે. 


બેનરજીએ કહ્યું કે બંગાળ સરકાર પાક વીમાનો મોટો ભાગ પ્રદાન કરે છે. આ ઉપરાંત જો ખેડૂતોનો પાક નષ્ટ જાય તો અમે તેમને નાણાકીય સહાય આપીએ છીએ. 


તેમણે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે કોઈ ખેડૂત અપ્રાકૃતિક મોતનો ભોગ બને કે આત્મહત્યા કરે. દેશમાં લગભગ 12,000 ખેડૂતોના અકાળે મોત થયા છે. આવી ઘટનાઓ બંગાળમાં ઘટી નથી. અમે અમારા ખેડૂતોને સુરક્ષા આપીએ છીએ. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...