નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ધ્યાને રાખીને રાજનીતિક દળોનાં સ્ટાર પ્રચારકો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વી ઉત્તરપ્રદેશનાં પ્રચારમાં જોડાયેલા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસનાં મહાસચિવ અને પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે કેરળનાં અરિકોડમાં એક રેલીને સંબોધિત કરી. રેલીમાં પ્રિયંકાએ લોકોની સાથે ઇંદિરા ગાંધી સાથે જોડાયેલી એક યાદને લોકો સાથે શેર કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું-મમતા બેનરજીને સમજવામાં મારી ભૂલ થઈ, જાણો કેમ?

પ્રિયંકા ગાંધી વાડ્રાએ રેલીમાં કહ્યું કે, ઘણા બધા લોકો નથી જાણતા હોય કે મારા દાદી ઇંદિરા ગાંધી ફુટબોલના મોટા પ્રશંસક હતા. તેમણે મારી સાથે ફુટબોલ વર્લ્ડ કપ પણ જોયો હતો.  પ્રિયંકાએ આગળ જણાવ્યું કે, 1982માં જ્યારે આપણે વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમી રહ્યા હતા તો મે તેમને પુછ્યું હતું કે તમે કઇ ટીમનું સમર્થન કરી રહ્યા છો. આ સવાલ અંગે તેમણે કહ્યું હતું કે ભારત તેમાં નથી રમી રહ્યું, તો હું ઇટાલીનું સમર્થન કરી રહી છું. તેમણે આગળ કહ્યું કે, મારો પુત્ર અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ફુટબોલનાં મોટા ફેન છે. 
રાહુલ ગાંધી બાદ હવે સ્મૃતિ ઇરાનીની ઉમેદવારી પર વિવાદ, ડિગ્રી પર સવાલ

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તેમને ખેડૂતો પાસેથી તેમની આવક બમણી કરવાનું વચન આપ્યું. તેમણે યુવાનોને વચન આપ્યું કે, રોજગારના બે કરોડ અવસર સૃજીત કરવામાં આવશે. જો કે સત્તામાં આવ્યા બાદ તેઓ ભુલી ગયા કે તેમને સત્તામાં લઇને કોણ આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે તેઓ(ભાજપ) આ મનાવવા લાગ્યા સત્તા તેમની પાસે છે અને આ લોકોની પાસે નથી. તેમણે કહ્યું કે, આ વાતનો પહેલો સંકેત ત્યારે મળ્યો જ્યારે તેના (ભાજપનાં) અધ્યક્ષે કહ્યું કે, 15 લાખ રૂપિયાનું વચન માત્ર ચૂંટણી માટે હતું. 


શહીદ પર વિવાદાસ્પદ ટિપ્પણી: સાધ્વી પ્રજ્ઞાને ECની કારણદર્શક નોટિસ

પ્રિયંકાએ દાવો કર્યો કે, તેમણે (ભાજપ અધ્યક્ષે) કહ્યું કે આ એક ચૂંટણી વચન હતું. પોતાનાં ભાઇ રાહુલ ગાંધી માટે ચૂંટણી પ્રચાર કરવા આવેલા પ્રિયંકાએ કહ્યું કે રાહુલ લોકશાહી ભાષા અને સંસ્કૃતીમાં અભિવ્યક્તિમાં હૃદયથી વિશ્વાસ ધરાવે છે. તેમણે પોતાનાં ભાઇ, તેના જીવન, તેની શિક્ષા, પોતાનાં દાદી અને પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા અને પોતાનાં પિતા રાજીવ ગાંધી અંગે ભાવુક ભાષણ પણ આપ્યું.