લખનઉ: કોંગ્રેસની મહાસચિવ તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ચૂંટણી પ્રચારનું અભિયાન શરૂ કરી દીધું છે. આ ક્રમમાં તેઓ બુધવાર (20 માર્ચ) ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે. પ્રિયંકા ગાંધીના આ પ્રવાસને લઇને કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમની મુખ્ય સંકલનકારે જણાવ્યું કે પ્રિયંકા ગાંધી સવારે 9 વાગે ચૂનારથી રોડ માર્ગ દ્વારા વારાણસી પહોંચશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ભાજપની મોડી રાત સુધી ચાલી બેઠક, છત્તીસગઢના બધા સાંસદોની કપાઇ શકે છે ટિકિટ


જાણો મિનિટ ટૂ મિનિટનો કાર્યક્રમ
- 10:00 વાગે પ્રિયંકા ગાંધી વારાણસીના શીતલા મંદિરમાં મહિલા સમૂહથી મુલાકાત કરશે.
- 11:00 વાગે પ્રિયંકા ગાંધી સુલ્તાશકેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરશે.
- 02:00 વાગે પ્રિયંકા ગાંધી વારાણસીના રામનગરમાં સ્થિત પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના આવાસ પર જશે.
- લગભગ 03:00 વાગે પ્રિયંકા ગાંધી અસ્સી ઘાટ પર સ્થાનિક લોકો અને જનપ્રતિનિધિઓથી મુલાકાત કરશે.


દાદી ઈન્દિરા ગાંધીની સાથે સરખામણી કરવા મુદ્દે પ્રિયંકા ગાંધીએ પહેલીવાર તોડ્યું મૌન


પુલવામા હુમલાના કારણે હોળી મિલન કાર્યક્રમ રદ્દ
પ્રિયંકાના વારાણસી પ્રવાસ પર યોજનારા હોળી મિલન કાર્યક્રમને રદ્દ કરી દેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે. કે 14 ફેબ્રુઆરીના જમ્મૂ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાના કારણે તેને રદ્દ કરવામાં આવી છે. સાંજે 03:03 વાગે બનારસ કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેદશ કોંગ્રેસે નક્કી કર્યું હતું હોળી મિલન કાર્યક્રમ. પુલવામામાં શહીદ થયેલા જવાનોના શોક પર કારણે પ્રિયંકાએ કાર્યક્રમ રદ્દ કરાવ્યો હતો.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...