ભાજપની મોડી રાત સુધી ચાલી બેઠક, છત્તીસગઢના બધા સાંસદોની કપાઇ શકે છે ટિકિટ

છત્તીસગઢથી ભાજપ વર્તમાન સમયના બધા સાંસદોની ટિકિટ કાપી શકે તેવું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહના પુત્ર સહિત હાલાના હાજર 10 સાંસદોની ટિકિટ કાપી નાખવાનો પાર્ટીએ નિર્ણય કર્યો છે.

ભાજપની મોડી રાત સુધી ચાલી બેઠક, છત્તીસગઢના બધા સાંસદોની કપાઇ શકે છે ટિકિટ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિચિ (સીઇસી)ની બેઠક મંગળવાર મોડી રાત પાંચ કલાક સુધી ચાલી હતી. આજે ફરી આ બેઠક યોજવામાં આવશે ત્યારબાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોડી રાત મીટિંગમાં કેટલીક બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી થઇ ગયા છે, ત્યારે કેટલાક સાંસદોના નામ હટાવવામાં આવ્યા છે. સૂત્રોના અનુસાર અમેઠીથી સ્મૃતિ ઇરાનીને ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે. બિહારના બેગુસરાયથી ગિરિરાજ સિંહને ટિકિટ આપવામાં આવે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે.

આ સંબંધમાં સૂત્રોના જણાવ્યા અનુસાર, છત્તીસગઢથી ભાજપ વર્તમાન સમયના બધા સાંસદોની ટિકિટ કાપી શકે તેવું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહના પુત્ર સહિત હાલાના હાજર 10 સાંસદોની ટિકિટ કાપી નાખવાનો પાર્ટીએ નિર્ણય કર્યો છે. તેમની જગ્યાએ નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે.

ભાજપ છત્તીસગઢ કોર ગ્રુપથી કેન્દ્રીય ચૂંટણી સમિતિએ બધાએ બધા 11 નવા ઉમેદવારો મુકવાની વિનંતી કરી છે. એટલે કે ગત વખતે વિજેતા બનેલા બધા 10 સાંસદોને ભાજપ આ વખતે બદલવા ઇચ્છે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ચૂંટણી સમિતિથી છત્તીસગઢ યૂનિટ માટે નવા ઉમેદવારોના નામ પર વિચાર માટે એક દિવસનો સમય આપ્યો છે.

આ નિર્ણય એવા સમયેમાં કરવામાં આવ્યો છે. જ્યારે ગત વર્ષે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટીના અન્ય મુખ્ય નેતા સામલે છે.

ઉલ્લેખનીય છે કે ભાજપને ગત વર્ષે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્ટી તેમનો ખોવાયેલો આધાર ફરીથી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં 68 બેઠક જીતી હતી. રાજ્યમાં 15 વર્ષ શાસન કરી ચુકેલી ભાજપને 51 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. બંને દળોની વોટ ભાગીદારીમાં 10 ટકાનું અંતર હતું.
(ઇનપુટ: એજન્સી ભાષાથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news