ભોપાલ : ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગુરૂવારે પોતાનો ચૂંટણી અભિયાન ચાલુ કર્યું. તેમણે હુજૂર વિધાનસભાનાં કાર્યકર્તાઓને સંબોધિત કર્યું. આ દરમિયા સાધ્વી આપવીતી સંભળાવતા ભાવુક થઇ ગઇ. તેમણે દિગ્વિજય સિંહ પર પણ નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો, સિંહે મારો બદલો લીધો. ષડયંત્રનો મુખ્ય સુત્રધાર દિગ્વિજય સિંહ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લખનઉમાં પ્રચાર વિવાદ, શત્રુઘ્નએ કહ્યું મને પાર્ટી પ્રત્યે પ્રેમ પરંતુ પરિવાર પ્રથમ

જેલનાં દિવસોને યાદ કરતા સાધ્વીએ કહ્યું કે, મને દિવસ રાત બેલ્ટથી મારવામાં આવ્યા. મીઠાનાં પાણીથી હાથ બોળતા હતા. નિર્વસ્ત્ર કરવાની ધમકી આપવામાં આવતી હતી. માર્યા બાદ બદલી જતા હતા, જો કે મને મારતા રહેતા. મને વિસ્ફોટ કરવાની વાત કુબલનામાં ઇચ્છતા હતા, 24 દિવસ સુધી મને કંઇ પણ ખાવાનું નહોતું આપ્યું, બસ પાણી આપતા હતા, નાર્કો, પોલીગ્રાફી ટેસ્ટનાં કારણે કેન્સર થયું. 
Video: સાધ્વી પ્રજ્ઞાની હૃદય દ્રાવક જેલયાત્રા, યાદ કરતા તેઓ પણ રડી પડ્યા

રાજધાનીનાં માનસ ભવનમાં આયોજીત કાર્યકર્તા સમ્મેલનમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, મે ક્યારે પણ વિવાદોમાં નથી રહી, મારી વિરુદ્ધ કાવત્રું રચવામાં આવ્યું. માલેગાવ બોમ્બ બ્લાસ્ટ મુદ્દે ધરપકડ કરવામાં આવ્યા બાદ મને પ્રતાડિત કરવામાં આવ્યું. હું નથી ઇચ્છતી કે હવે કોઇ બીજી બહેન આ પ્રકારથી પ્રતાહિત હોય. તેમણે કહ્યું કે, આ ચૂંટણીમાં મતની ભિક્ષા માંગી રહી છું. જ્યારે તમે આ ભિક્ષા આપશે તો માનો તમે રાષ્ટ્ર રક્ષાની લોનતી મુક્ત થવાનો પ્રયાસ કરી લીધો.