નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 માટે અંતત ભાજપે દિલ્હીનું પોતાનું પહેલુ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. દિલ્હીની સાતમાંથી 4 સીટો માટે ભાજપે પોતાનાં ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ સાથે જ ઇંદોર  અને અમૃતસર સીટ પર જારી સંસ્પેંસને ભાજપ હાઇકમાન્ડને ખતમ કરવા માટે કુલ 7 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. આ ઉપરાંત યૂપીનાં ઘોસીથી હરિનારાયણ રાજભરને પોતાનાં ઉમેદવાર બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાધ્વી પ્રજ્ઞાનાં બચાવમાં શિવરાજ, કહ્યું કોંગ્રેસે એક સંન્યાસી પર કર્યો અત્યાચાર

દિલ્હીથી ભાજપનાં 4 ચહેરાઓનાં નામ જાહેર કરી દીધા છે. હર્ષવર્ધનને ચાંદની ચોકથી ઉમેદવાર બનાવ્યા છે. નોર્થઇસ્ટ સીટથી એકવાર ફરીથી મનોજ તિવારીને ટિકિટ આપવામાં આવી છે. પશ્ચિમ દિલ્હી સાહેબસિંહ વર્માના પુત્ર પ્રવેશ વર્મા પર પાર્ટીએ એકવાર ફરીથી ભરોસો વ્યક્ત કર્યો છે. દક્ષિણ દિલ્હી સીટથી ભાજપે રમેશ વિધુડીને મેદાનમાં ઉતાર્યા છે. વિધુડીની ટક્કર AAPનાં રાઘવ ચડ્ઢા સાથે થશે. 
PM મોદીએ શ્રીલંકન રાષ્ટ્રપતિ સાથે કરી વાત, દરેક શક્ય મદદની તૈયારી દર્શાવી

અમૃતસરથી હરદીપ પુરી હશે પાર્ટીનો ચહેરો
ભાજપે અમૃતસર સીટથી કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અહીંથી ભાજપનાં નેતા નવજોત સિંહ સિદ્ધુ હતા જે હવે કોંગ્રેસમાં જોડાઇ ચુક્યા છે. 2014માં ભાજપે અરૂણ જેટલીને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે તેઓ કેપ્ટન અમરિંદર સિંહ સામે ચૂંટણી હારી ગયા હતા.