નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha elections 2019) માં અમેઠી સીટ પરથી મેદાનમાં ઉતરેલ કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરક્ષામાં ચુકનો આરોપ કેન્દ્રીય ગૃહમંત્રાલય પર કોંગ્રેસ દ્વારા લાગવાયો હતો. જેનાં જવાબમાં ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કોંગ્રેસ તરફથી અમને આ પ્રકારનો કોઇ જ પત્ર મળ્યો નથી. જેમ કે ગૃહમંત્રાલયનાં સંજ્ઞાનમાં આ મુદ્દો આવ્યો કે બુધવારે અમેઠીમાં રાહુલ ગાંધી પર ગ્રીન લાઇટથી ટાર્ગેટ કરવામાં આવ્યું, એસપીજીને વાસ્તવિક સ્થિતીની માહિતી મેળવવા માટે કહેવામાં આવ્યું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસપીજીનાં ડાયરેક્ટરે ગૃહમંત્રાલયે જણાવ્યું કે, રાહુલ ગાધી પર આવેલી ગ્રીન લાઇટ મોબાઇલ ફોનની હતી. જે કોંગ્રેસનાં જ ફોટોગ્રાફરનો હતો. જે અમેઠીમાં કલેક્ટ્રેટ નજીક રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સની વીડિયોગ્રાફી કરી રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીમાં ઉમેદવારી નોંધાવવા માટે ગયા તે દરમિયાન તેમના શરીર પર લેઝર લાઇટનાં શેરડા વારંવાર જોવા મળ્યા હતા. 

આ પણ વાંચો : પીએમ મોદીનો આતંદવાદને ખુલ્લો પડકાર
આ મુદ્દે કોંગ્રેસે ગુરૂવારે ગૃહમંત્રી રાજનાથ સિંહને પત્ર લખીને અપીલ કરી કે તેમની સુરક્ષામાં ચુક અંગે માહિતી મેળવવામાં આવે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. પાર્ટીએ ગૃહમંત્રાલયને લખેલા પત્રમાં બુધવારે જ્યારે ગાંધી મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન શરીર પર 7 વખત લેઝર લાઇટનાં શેરડા પડ્યા હોવાની માહિતી આપવાની સાથે વીડિયો પણ મોકલાયો હોવાનો દાવો કર્યો હતો. 

આ પણ વાંચો : સોનિયા ગાંધીએ મોદી અંગે કર્યું મોટું નિવેદન
કોંગ્રેસનાં પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીનો હવાલો ટાંકતા કોંગ્રેસે જણાવ્યું કે, રાહુલ ગાંધીનાં જીવ પર પણ જોખમ છે, માટે તેમની સુરક્ષા વ્યવસ્થાની પુરતી વ્યવસ્થા કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી પોતાનાં પરિવાર સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રોબર્ટ વાડ્રાની સાથે ઉમેદવારી દાખલ કરવા માટે ગયા હતા. જ્યાં મુશીંગજથી ગૌરીગંજ સુધી ત્રણ કિલોમીટરનો રોડ શો પણ કર્યો હતો.


લોકસભા ચૂંટણી 2019: લેટેસ્ટ ન્યૂઝ જાણો