NDA સરકારની નીતિ સ્પષ્ટ, આતંકવાદ-નક્સલવાદને પહોંચી વળવા જવાનોને ખુલ્લી છૂટ: PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભાગલપુરમાં રેલી કરી. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી નીતિશકુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી, બિહાર ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, નંદકિશોર યાદવ સહિત એનડીએના અનેક મોટા નેતાઓ મંચ પર હાજર રહ્યાં હતાં.
Trending Photos
ભાગલપુર: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભાગલપુરમાં રેલી કરી. પીએમ મોદી સાથે મુખ્યમંત્રી નીતિશકુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી, બિહાર ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, નંદકિશોર યાદવ સહિત એનડીએના અનેક મોટા નેતાઓ મંચ પર હાજર રહ્યાં હતાં. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમે નિશ્ચિત રહો. તમારો આ ચોકીદાર એકદમ સજાગ છે. આ સાથે જ કહ્યું કે ચૂંટણીમાં જેડીયુના તીર નિશાન પર બટન દબાવો, તમે બટન તો તીર પર દબાવશો પણ મત મોદીને જ જશે. તેમણે કહ્યું કે 23મી મેના રોજ ચૂંટણીના પરિણામ આવ્યાં બાદ ફરીથી એકવાર મોદી સરકાર બનશે.
પીએમ મોદીએ ભાષણની શરૂઆત કરતા કહ્યું કે 'હમ ભાગલપુરના ઈ ધરતી અને અપને સબકે પ્રણામ કરૈ છી.' પીએમ મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓને ગણાવતા કહ્યું કે અમે દરેક અશક્યને શક્ય કર્યું. આ દરમિયાન તેમણે રાષ્ટ્રકવિ દિનકરને પણ યાદ કર્યાં. તેમણે દિનકરની કેટલીક પંક્તિઓને યાદ કરી. રેશમી કલમ સે ભાગ્ય લીખને વાલો, તુમ ભઈ અભાવ સે કભી ગ્રસ્ત ઔર રોએ હો. બીમાર કિસી બચ્ચે કી દવા જૂટાનેમે, તમ ભી ક્યા ઘર પર પેટ બાંધકર સોએ હો. તેમણે કહ્યું કે દિનકરની આ પંક્તિઓના દર્દથી આયુષ્યમાન ભારતનું સપનું સાકાર થયું.
તેમણે કહ્યું કે તમને ખબર છે કે 2014 અગાઉ પાકિસ્તાનનું શું વલણ હતું? આતંકવાદીઓ પણ પાકિસ્તાન મોકલતું હતું અને ત્યારબાદ હુમલા પછી ધમકીઓ પણ તે આપતું હતું. કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર ફક્ત દસ્તાવેજી કાર્યવાહી કરવામાં અટવાઈ રહેતી હતી. શું ભારતે આમ રહેવું જોઈએ? તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે સુરક્ષા ભલે તમારા હિતોની હોય, તમારા સન્માનની હોય કે પછી દેશની સરહદોની, તે સૌથી જરૂરી છે. શાંતિની વાત પણ તે જ કરી શકે જેમના બાવડામાં દમ હોય.
PM Narendra Modi in Bhagalpur,Bihar: NDA sarkar ki neeti spasht hai, aatankwaad aur naxalwaad se nipatne ke liye hamare jawano ko khuli chhoot di jayegi.Doosri taraf ye mahamilavati hain, jo keh rahe hain ki hamare jawano ke paas jo vishesh adhikar hai,usko bhi hata denge pic.twitter.com/gOdr3BfjbI
— ANI (@ANI) April 11, 2019
પીએમ મોદીએ કહ્યું કે અમે દેશમાં લાલ બત્તીના કલ્ચરને ખતમ કરીને ગરીબોના ઘરમાં બત્તી પહોંચાડવાનું કામ કર્યું. આજે ઘરે ઘરે વીજળી પહોંચી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે મહામિલાવટી નેતાઓ ડર ફેલાવી રહ્યાં છે કે જો એકવાર ફરીથી મોદી આવી ગયો તો ચૂંટણી ખતમ થઈ જશે. તેઓ ડર ફેલાવી રહ્યાં છે કે અનામત ખતમ થઈ જશે. પીએમ મોદીએ કહ્યું કે તમારો આ ચોકીદાર અનામત વ્યવસ્થાને મજબુત બનાવી રહ્યો છે. અમે ગરીબોના પુત્રોને પણ 10 ટકા અનામત આપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષનો ડર અસ્તિત્વ બચાવવા માટે છે. મોદી જો ફરીથી આવશે તો તેમની ભ્રષ્ટાચારની દુકાનો બંધ થઈ જશે.
પીએમ મોદીએ કહ્યું કે અમે ઘરમાં ઘૂસીને માર્યાં. પુલવામામાં અહીંનો પણ એક પુત્ર શહીદ થયો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે તમારો ચોકીદાર તમારી ભાવનાઓને સમજે છે. અમે બેડીઓ તોડી નાખી. આજે પાકિસ્તાનની એવી સ્થિતિ છે કે બધાના ચહેરા પર ડર જોવા મળી રહ્યો છે. આજે દુનિયામાં જઈ જઈને પોતાના ડરના રોદણા રડી રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે એનડીએ સરકારની સ્થિતિ સ્પષ્ટ છે. આતંકવાદ અને નક્સલવાદને પહોંચી વળવા માટે જવાનોને ખુલ્લી છૂટ મળી રહેશે. તેમણે આ દરમિયાન વિરોધીઓ ઉપર પણ આકરા પ્રહારો કર્યાં.
પીએમ મોદી ભાગલપુરમાં જનતા દળ યુનાઈટેડના નેતા અજયકુમાર મંડલના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે ભાગલપુર લોકસભા સીટ પર બીજા તબક્કામાં મતદાન થવાનું છે. આ તબક્કામાં ભાગલપુર ઉપરાંત કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા અને બાંકા બેઠક પર મતદાન યોજાવવાનું છે.
જુઓ LIVE TV
આ અગાઉ પીએમ મોદી ગયા અને જમુઈમાં એનડીએના ઉમેદવારોના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરી ચૂક્યા છે. પીએમ મોદીએ ગયામાં જેડીયુ ઉમેદવાર વિજયકુમાર માંઝી અને જમુઈમાં લોજપા ઉમેદવાર ચિરાગ પાસવાનના પક્ષમાં પ્રચાર કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે