ગાંધીધામ : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ પર લોકસભા ચૂંટણી બાદ સત્તામાં આવવા અંગે રાજદ્રોહ કાયદો રદ્દ કરવાનાં તેનાં વચનના મુદ્દે શાબ્દિક પ્રહાર કરતા શુક્રવારે અહીં જણાવ્યું કે, ભાજપ સરકાર રાજદ્રોહ કાયદાને વધારે કડક બનાવશે. રાજનાથ સિંહે ગુજરાતમાં કચ્છ જિલ્લાનાં ગાંધીધામ શહેરમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે સવાલ કર્યો કે, કોંગ્રેસ કહી રહી છે કે તેઓ રાજદ્રોહનાં કાયદાને રદ્દ કરી દીશે. હું તમને બધાને પુછવા માંગીશ કે, શું આપણને તે દેશદ્રોહઓને માફ કરી દેવા જોઇએ જે આપણા દેશની એકતા અને સામજિક તાણાવાણા તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ? રાજનાથ સિંહે કહ્યું કે, જો અમારુ ચાલે તો રાષ્ટ્રદ્રોહ (કાયદો) વધારે કડક બનાવશે, જેથી આ પ્રોવિઝન્સ યાદ આવતા જ લોકો થથરી જવા જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના નામે રશિયાએ PM મોદીને આપ્યું સન્માન, જાણો કોણ છે તે સેંટ એંડ્રયું

રાજનાથે ઓમર અબ્દુલ્લા પર કર્યો પ્રહાર
ભાજપના વરિષ્ઠ નેતાએ જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પર આ ક્ષેત્ર માટે અલગ વડાપ્રધાનની માંગ મુદ્દે શાબ્દિક પ્રહાર કર્યો. રાજનાથે કહ્યું કે, હું આ નેતાઓને જણાવવા માંગીશ કે, જો તમે આવી જમાંગણીઓ ચાલુ રાખશો અમારી પાસે સંવિધાનના અનુચ્છેદ 370 અને 35એને નિરસ્ત કરવા સિવાય કોઇ જ વિકલ્પ નહી બચે. અમે આવું ભારત નથી ઇચ્છતા. તેમણે કાશ્મીરી સંકટ માટે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને પણ જવાબદાર ઠેરવ્યા. સિંહે કહ્યું કે, જો  પંડિત નેહરૂ પણ સરકાર વલ્લભભાઇ પટેલને આ મુદ્દો સંભાળવા માટે સંપુર્ણ શક્તિ આપી હોત, તો અમને તે મુદ્દો ઉકેલી ચુક્યો હોત.

મોદી સરકારના પ્રદર્શન અંગે સિંહે કહ્યું કે, હું એવો દાવો નથી કરવા માંગતો કે અમે ભ્રષ્ટાચારને સંપુર્ણ રીતે ઉખાડી ફેંક્યા છે, પરંતુ અમારી સરકારે તે દિશામાં નિશ્ચિત રીતે પગલા ભર્યા છે. રાજનાથે દાવો કર્યો કે કોઇ પણ વડાપ્રધાન મોદીની પ્રતિબદ્ધતા અને ઇમાનદારી પર સંદેહ કરી શકે નહી.