જેના નામે રશિયાએ PM મોદીને આપ્યું સન્માન, જાણો કોણ છે તે સેંટ એંડ્રયું

આ સન્માન 1698માં ઇસા મસીહ અને રશિયન પૈટ્રન સંતના પહેલા દેવદૂત સેંટ એંડ્રયૂના સન્માનમાં ચાલુ કરવામાં આવ્યું હતું

જેના નામે રશિયાએ PM મોદીને આપ્યું સન્માન, જાણો કોણ છે તે સેંટ એંડ્રયું

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીને રશિયાએ શુક્રવારે પોતાનું સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે. તેઓ આ સન્માન મેળવનારા 17માં વ્યક્તિ છે. ઓર્ડર ઓફ સેંટ એંડ્રયૂ ધ એપોસલ નામનું પોતાનું રશિયાનું આ સન્માન સ્થાપીત થવા પાછળ પણ એક રસપ્રદ વાત છે. આ સન્માન 1698માં ઇસા મસીહ અને રશિયાનાં પેટ્રન સેંટ (સંત)ના પહેલા દેવદૂત સેંટ એંડ્રયૂના સન્માનમાં ચાલુ કરવામાં આવ્યું હતું. તેને તત્કાલીન રશિયન સમ્રાટ જાર પીટર ધ ગ્રેટે સ્થાપિત કર્યું હતું. તેને ઉત્કૃષ્ટ કાર્ય કરનારા નાગરિકોને એનાયત કરવામાં આવતું હતું. 


 

 

1. સેંટ એંડ્રયૂને એંડ્રયૂ ધ અપોજલનાં નામથી પણ ઓળખવામાં આવે છે. 
2. સેંટ એંડ્રયૂ ઇસા મસીહ અને રશિયાનાં પૈટ્રન સેંટના પહેલા દેવદુત હતા
3. સેંટ એંડ્રયૂને રશિયાનાં ક્રિશ્ચિયનોની ઓર્થોડોક્સ પરંપરામાં ફર્સ્ટ કોલ્ડ (first called) કહેવામાં આવે છે. 
4. સેંટ એંડ્રયૂનો જન્મ ઇસા પૂર્વ છઠ્ઠી શતાબ્દીમાં ગૈલીલીમાં થયો હતો. 

ભાજપે રાફેલ સોદા અંગે શક્ય તેટલું ઓછું બોલવું જોઇએ: શિવસેનાની સલાહ
5. વેસ્ટર્ન એસોટેરિક પરંપરામાં સેંટ એંડ્રયૂના જોડકા એસ્ટ્રોલોજિકલ સાઇન કન્યા (VIRGO) સાથે છે.
6. ઓર્ડર ઓફ સેંટ એંડ્રયૂ ધ અપોસલને સ્થાપિત કરનારા રશિયન સમ્રાટ જાર પીટર ધ ગ્રેટે તત્કાલીન રશિયન સામ્રાજ્ય પર 1682થી 1725 સુધી રાજ કર્યું હતું 
7. આ પહેલા રશિયાનું આ સન્માન ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ એનાયત થઇ ચુક્યું છે
8. આ સન્માનને સોવિયક સંઘના સમયે બંધ કરી દેવાયું હતું, જો કે 1998માં રશિયાએ તેને ફરીથી ચાલુ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news