નવી દિલ્હીઃ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને કાયદાકીય દરજ્જો આપવા માટેનું 123મું બંધારણીય સંશોધન બિલ લોકસભામાં પસાર થયું છે. સરકાર તરફથી આ બિલમાં કેટલાક સંશોધનો કરવામાં આવ્યા છે, જેમાં મહિલા સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ રાજ્યોના અધિકારોના હસ્તક્ષેપ અંગે વિપક્ષ દ્વારા રજુ કરાયેલી શંકાને પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બિલ પર ગત્ત વર્ષે સરકારની મજાક ઉડી હતી જ્યારે સરકારના બિલ સામે રાજ્યસભામાં વિપક્ષ દ્વારા જે સંશોધન લાવવામાં આવ્યું હતું તે પસાર થઈ ગયું હતું. જે પછી સરકાર તરફથી આ બિલમાં કેટલાંક સંશોધન કરી સરકારે તેને ફરી એક વખત રજુ કર્યું છે.


ગૃહમંત્રી રાજનાથ સિંહે આજે લોકસભામાં કહ્યુ કે બુધવારે કેન્દ્રીય કેબિનેટમાં નવા SC/ST બિલને મંજૂરી આપી છે અને સરકાર આ સત્રમાં પસાર કરવા માગે છે. અગાઉ સંસદમાં કોગ્રેસના નેતા મલ્લિકાઅર્જુન ખડગેએ સરકારને દલિતોની સુરક્ષાને મજબુત કરવા માટે વર્તમાન સત્રમાં નવુ બિલ લાવવાની અને પસાર કરવાની માગ કરી છે.


મલ્લિકાઅર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે જુદા-જુદા વિષયો પર છ વટહુકમ લઇને આવી પણ SC/ST એકટ મામલે વટહુકમ લાવ્યા નહીં અને ચાર મહિના સુધી કોઈ પહેલ કરી નથી. મલ્લિકાઅર્જુન ખડગેએ આ વિષય વિશે કહ્યુ કે રાજીવ ગાંધીના કાર્યકાળમાં 12 સપ્ટેમ્બર 1989માં SC/ST કાયદો બન્યો હતો.


અગાઉ કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યુ કે પૂર્વ વડાપ્રધાન વીપી સિંહે આ વિષય પર કામ કર્યુ હતુ ત્યારે ખડગેએ કહ્યુ કે વીપી સિંઘના કાર્યકાળમાં ડિસેમ્બર 1989માં નવેમ્બર 1990 સુધી હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે અમે SC/ST વિશે એવુ બિલ લાવીશુ કે જેવો કાયદો હતો અને જો જરૂર પડી તો, તેઓ વધુ મજબૂત કાયદા લાવશે.