નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે. શુક્રવારે ચૂંટણીપંચના સ્રોતે આ અંગે માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, વર્તમાન લોકસભાની ટર્મ 3 જૂનના રોજ પૂરી થાય છે. ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણી પણ વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે સીધી ટક્કરની રહેશે. તાજેતરમાં જ યોજાયેલી 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપ શસિત ત્રણ રાજ્યોમાં ભાજપનો પરાજય થતાં કોંગ્રેસ મજબૂત સ્થિતીમાં આવી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"199747","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


હાલ ચૂંટણી પંચમાં કયા મહિનામાં ચૂંટણી યોજવી અને કેટલા તબક્કામાં યોજવી તેના અંગે અધિકારીઓ કવાયત કરી રહ્યા છે. સુરક્ષા દળોની ઉપલબ્ધતા અને અન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણીના તબક્કા અંગેનો નિર્ણય લેવામાં આવશે. ચૂંટણી પંચના સ્રોતે જણાવ્યું કે, માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં દેશના સૌથી મોટા ચૂંટણી પર્વની તારીખોની જાહેરાત થઈ શકે છે. 


માર્ચમાં ચંદ્રયાન-2 મોકલશે ભારત, ચીન સહિત અન્ય દેશોને પછાડશે


એક શક્યતા એવી છે કે ચૂંટણી પંચ આંધ્રપ્રદેશ, ઓડીશા, સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ પણ લોકસભાની ચૂંટણીની સાથે જ યોજી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ભંગ કરી દેવામાં આવી છે અને છ મહિનાના અંદર ચૂંટણી પંચ દ્વારા ત્યાં ચૂંટણી યોજવા માટે બંધાયેલું છે. જમ્મુ-કાશ્મિરની વધાનસભા નવેમ્બર, 2018માં ભંગ કરવામાં આવી હતી અને હવે તેની મર્યાદા મે મહિનામાં પુરી થાય છે. 


[[{"fid":"199746","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


જોકે, ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણીની સાથે યોજી શકે છે. જોકે, આ બધું જ ત્યાંની સુરક્ષાની સ્થિતી પર નિર્ભર કરે છે. 


યુપી સરકારે 10 ટકા અનામત લાગુ કરી, દેશનું ત્રીજું રાજ્ય બન્યું


સિક્કિમ વિધાનસભાની મુદ્દત 27 મે, 2019ના રોજ પૂરી થાય છે. આંધ્રપ્રદેશની 18 જૂન, ઓડીશાની 11 જૂન અને અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની મુદ્દત 1 જૂનના રોજ પુરી થાય છે. 


વર્ષ 2004માં ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની જાહેરાત 29 ફેબ્રુઆરીના રોજ કરી હતી. પાંચ તબક્કાની ચૂંટણી 16 એપ્રિલના રોજ શરૂ થઈ હતી અને 13 મેના રોજ પુરી થઈ હતી.


[[{"fid":"199748","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


Video : હેરાન કરનાર શખ્સના મહિલાએ કર્યા એવા હાલ કે જોતા રહી ગયા લોકો


વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીની જાહેરાત 2 માર્ચના રોજ કરાઈ હતી અને પાંચ તબક્કામાં યોજાયેલી આ ચૂંટણીની શરૂઆત 16 એપ્રિલના રોજ થઈ હતી અને 13 મેના રોજ અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું. 


વર્ષ 2014માં ચૂંટણી પંચે 5 માર્ચના રોજ લોકસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. ચૂંટણીનું આ મહાપર્વ 9 તબક્કા સુધી ચાલ્યું હતું અને એપ્રિલ અને મે બે મહિનામાં વિવિધ રાજ્યોમાં મતદાન યોજાયું હતું. 7 એપ્રિલથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 12 મેના રોજ પૂરી થઈ હતી. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...