PHOTOS: દિલ્હી હિંસાનો ભયાનક ચહેરો, બુરખાની આડમાં આ કઈ મહિલાઓ કરી રહી છે પથ્થરમારો
દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં ભડકેલી હિંસાએ ફરીથી દિલ્હીને શરમજનક સ્થિતિમાં મૂક્યું છે. ધાર્મિક કટ્ટરવાદી તોફાની તત્વોએ દેશની રાજધાની દિલ્હીમાં જે રીતે હિંસાની આગ ભડકાવી તેને જોઈને દિલ્હી થરથર કાંપી ઉઠ્યું. શાંતિ જાળવવા માટે જે પોલીસ કામગીરીમાં વ્યસ્ત હતી તેને જ નિશાન બનાવવામાં આવી. આ પથ્થમારા અને ફાયરિંગમાં દિલ્હી પોલીસનો એક જવાન શહીદ થયો.
નવી દિલ્હી: દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં ભડકેલી હિંસાએ ફરીથી દિલ્હીને શરમજનક સ્થિતિમાં મૂક્યું છે. ધાર્મિક કટ્ટરવાદી તોફાની તત્વોએ દેશની રાજધાની દિલ્હીમાં જે રીતે હિંસાની આગ ભડકાવી તેને જોઈને દિલ્હી થરથર કાંપી ઉઠ્યું. શાંતિ જાળવવા માટે જે પોલીસ કામગીરીમાં વ્યસ્ત હતી તેને જ નિશાન બનાવવામાં આવી. આ પથ્થમારા અને ફાયરિંગમાં દિલ્હી પોલીસનો એક જવાન શહીદ થયો.
બુરખાધારી મહિલાઓએ પથ્થરમારાને બનાવ્યો ધર્મ
તમને અહીં કેટલીક તસવીરો બતાવીએ છીએ જે દેશની રાજધાની દિલ્હીમાં તોફાનો ફેલાવવાનો સોથી મોટો પુરાવો છે. આ પ્રકારના પથ્થરમારાઓ ગોકુલપુરીના એસીપીની ઓફિસમાં તહેનાત હેડ કોન્સ્ટેબલ રતનલાલને શહીદ કર્યો. આવા જ તોફાનીઓના પથ્થમારા અને ફાયરિંગનો ભોગ રતનલાલ બન્યાં.
પહેલી તસવીર
દિલ્હી હિંસા: અત્યાર સુધી 13 લોકોના મોત, પરિસ્થિતિ થાળે પાડવા મેદાનમાં ઉતર્યા અજીત ડોભાલ
તાવ હોવા છતાં ડ્યૂટી પર તૈનાત હતાં
સોમવારે જ્યારે રતનલાલ ગોકુલપુરીમાં ડ્યૂટી પર હતાં ત્યારે પત્નીનો ફોન આવ્યો હતો. હાલચાલ જાણવા માટે કારણ કે તાવ હોવા છતાં રતનલાલ ડ્યૂટી પર આવ્યાં હતાં. પત્ની પૂનમને ટીવી પર ન્યૂઝ જોતા જાણવા મળ્યું હતું કે પતિ સાથે કઈ અજૂગતુ બન્યું છે. અનેકવાર ફોન કરવા છતાં તેમણે ફોન ન ઉઠાવ્યો કારણ કે ફોન ઉઠાવનારો પતિ તો આ દુનિયા છોડીને જતો રહ્યો હતો.
અત્યાર સુધી 20ના મોત
ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA) ને લઈને થયેલી હિંસામાં અત્યાર સુધી 20 લોકોના જીવ ગયા છે. જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારે શરૂ થયેલું ઉપદ્રવીઓનું તાંડવ મંગળવારે પણ ચાલુ રહ્યું. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ખુબ જ ચુસ્ત સુરક્ષા બંદોબબસ્ત અને કરફ્યુ લાગેલો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મોહલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે.
આ અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હિંસાવાળા વિસ્તારોની સમીક્ષા માટે ડીસીપી નોર્થ ઈસ્ટની ઓફિસ પહોંચ્યા હતાં. તેમની સાથે મીટિંગમાં સ્પેશિયલ કમિશનર, સતીષ ગોલચા, જોઈન્ટ કમિશનર આલોક કુમાર અને અને ડીસીપી વેદ પ્રકાશ સૂર્યા હાજર હતાં.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube