દિલ્હી હિંસા: અત્યાર સુધી 18 લોકોના મોત, પરિસ્થિતિ થાળે પાડવા મેદાનમાં ઉતર્યા અજીત ડોભાલ

ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદાને લઈને થયેલી હિંસામાં અત્યાર સુધી 18 લોકોના જીવ ગયા છે. જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારે શરૂ થયેલું ઉપદ્રવીઓનું તાંડવ મંગળવારે પણ ચાલુ રહ્યું. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ખુબ જ ચુસ્ત સુરક્ષા બંદોબબસ્ત અને કરફ્યુ લાગેલો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મોહલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. 

દિલ્હી હિંસા: અત્યાર સુધી 18 લોકોના મોત, પરિસ્થિતિ થાળે પાડવા મેદાનમાં ઉતર્યા અજીત ડોભાલ

નવી દિલ્હી: ઉત્તર પૂર્વ દિલ્હીમાં નાગરિકતા કાયદા (CAA) ને લઈને થયેલી હિંસામાં અત્યાર સુધી 18 લોકોના જીવ ગયા છે. જ્યારે 180થી વધુ લોકો ઘાયલ થયા છે. સોમવારે શરૂ થયેલું ઉપદ્રવીઓનું તાંડવ મંગળવારે પણ ચાલુ રહ્યું. તાજા અપડેટ એ છે કે જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ખુબ જ ચુસ્ત સુરક્ષા બંદોબબસ્ત અને કરફ્યુ લાગેલો છે. દિલ્હી પોલીસ દરેક ગલી મોહલ્લામાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે. 

આ અગાઉ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હિંસાવાળા વિસ્તારોની સમીક્ષા માટે ડીસીપી નોર્થ ઈસ્ટની ઓફિસ પહોંચ્યા હતાં. તેમની સાથે મીટિંગમાં સ્પેશિયલ કમિશનર, સતીષ ગોલચા, જોઈન્ટ કમિશનર આલોક કુમાર અને અને ડીસીપી વેદ પ્રકાશ સૂર્યા હાજર હતાં. 

મંગળવારે રાતે સાડા અગિયાર વાગે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હિંસા પ્રભાવિત વિસ્તારો સીલમપુર, મૌજપુર, બાબરપુર, ભજનપુરા, વૃજપુરી, વગેરેની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની મુલાકાત દરમિયાન ભજનપુરાના કેટલાક લોકોએ લાઠીઓ લહેરાવી અને જય શ્રીરામના નારા પણ લગાવ્યાં. આ સાથે જ બાઈક પર બેઠેલા કેટલાક તોફાની તત્વોએ નારેબાજી પણ કરી હતી. 

આ બાજુ વૃજપુરીમાં તોફાન વિરોધી ટુકડીએ ફ્લેગ માર્ચ કરી. એનએસએના સમગ્ર રૂટ પર પથ્થર પડેલા હતાં અને આ સાથે બળેલી ગાડીઓ પણ જોવા મળી હતી. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદીયાએ મંગળવારે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે બુધવારે ઉત્તર પૂર્વ દિલ્હીની તમામ શાળાઓ બંધ રહેશે. એટલે કે જિલ્લાની કોઈ પણ પ્રાઈવેટ કે સરકારી શાળાઓ ખુલ્લી રહેશે નહીં. 

આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે તમામ શાળાઓની ગૃહ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. તેમણે સીબીએસઈને પણ બોર્ડ  પરીક્ષાઓ સ્થગિત કરવાની અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news