આજે રાત્રે 40 વર્ષ માટે તળાવમાં જળસમાધિ લેશે ભગવાન અતિ વરદરાજા
તમિલનાડુના સૌથી જૂના શહેરોમાંથી એક કાંચીપુરમમાં દોઢ મહિનામાં અંદાજે 90 લાખ જેટલા લોકો આવી ચૂક્યા છે. તેનુ એક ખાસ કારણ છે. અહીં જે ભગવાન છે, તે 40 વર્ષો બાદ ભક્તોને દર્શન આપવા માટે જળસમાધિમાંથી બહાર આવે છે. આ મંદિરનું નામ છે વરદરાજા સ્વામી મંદિર. વરદરાજા સ્વામી મંદિરમાં ભગવાન વિષ્ણુના અવતાર એવા વરદરાજા સ્વામીની પ્રતિમાને 40 વર્ષમાં એકવાર તળાવમાંથી બહાર કાઢવામાં આવે છે. આ પ્રતિમાને 48 દિવસ સુધી મંદિરમાં દર્શન માટે રાખવામાં આવે છે. આજે ભગવાન અતિ વરદરાજાના દર્શનનો અંતિમ દિવસ છે. હવે 40 વર્ષ બાદ જ તેમના દર્શન થશે. આજે 17 ઓગસ્ટના રોજ રાત્રે તળાવમાં ફરી તળાવમાં રાખવામાં આવશે. હવે 2059માં આ પ્રતિમા કાઢવામાં આવશે.
અમદાવાદ :તમિલનાડુના સૌથી જૂના શહેરોમાંથી એક કાંચીપુરમમાં દોઢ મહિનામાં અંદાજે 90 લાખ જેટલા લોકો આવી ચૂક્યા છે. તેનુ એક ખાસ કારણ છે. અહીં જે ભગવાન છે, તે 40 વર્ષો બાદ ભક્તોને દર્શન આપવા માટે જળસમાધિમાંથી બહાર આવે છે. આ મંદિરનું નામ છે વરદરાજા સ્વામી મંદિર. વરદરાજા સ્વામી મંદિરમાં ભગવાન વિષ્ણુના અવતાર એવા વરદરાજા સ્વામીની પ્રતિમાને 40 વર્ષમાં એકવાર તળાવમાંથી બહાર કાઢવામાં આવે છે. આ પ્રતિમાને 48 દિવસ સુધી મંદિરમાં દર્શન માટે રાખવામાં આવે છે. આજે ભગવાન અતિ વરદરાજાના દર્શનનો અંતિમ દિવસ છે. હવે 40 વર્ષ બાદ જ તેમના દર્શન થશે. આજે 17 ઓગસ્ટના રોજ રાત્રે તળાવમાં ફરી તળાવમાં રાખવામાં આવશે. હવે 2059માં આ પ્રતિમા કાઢવામાં આવશે.
પેટના દુખાવાને હળવાશથી ન લેતા, તમારી સાથે પણ થઈ શકે છે આવું
શનિવારે 5 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન
ગત સદીમાં તેમની પ્રતિમા 1939 અને 1979માં કાઢવામાં આવી હતી. મંદિરના પૂજારીઓ દ્વારા મળેલી માહિતી અનુસાર, ભગવાન વરદરાજાની પ્રતિમા અંજીરના લાકડામાઁથી બનેલી છે. તે 9 ફીટ ઊંચી છે. 28 જૂન, 2019ના રોજ વૈદિક ગીતોના ગાન સાથે વરદરાજાની પ્રતિમાને વેદપાઠી પંડિતોએ પોતાની પીઠ પર રાખીને તળાવમાંથી બહાર કાઢી હતી. જેમ જેમ ભગવાનના જળવાસનો સમય નજીક આવતો ગયો, તેમ તેમ શ્રદ્ધાળુઓની ભીડ વધતી ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર, આજે છેલ્લા દિવસે અત્યાર સુધી 5 લાખથી વધુ લોકોએ વરદરાજા સ્વામીના દર્શન કર્યાં. અહીં દેશવિદેશના ભક્તોનો મેળો લાગ્યો છે.
ગુજરાતના આ શિવમંદિરમાં પહોંચવા દરિયાના પાણીમાંથી પસાર થવું પડે છે
જળસમાધિ માટે અનેક વાર્તા પ્રચલિત છે
ભગવાન વરદરાજાની જળસમાધિને લઈને અનેક પ્રકારની વાર્તાઓ પ્રચલિત છે. પહેલી કહાનીમાં, વર્ષો પહેલા મંદિરના એક પૂજારીને ભગવાનને ઊંઘમાં દર્શન આપ્યા અને તેમને કહ્યું કે, તેમને પાણીમાં નાંખી દો. આ ઉપરાંત બીજી કહાની એવી છે કે, આ મૂર્તિને એ સમયે બનાવવામાં આવી હતી, જ્યારે મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ થયો હતો, જીર્ણોદ્વાર કાર્ય પૂરુ થયા બાદ મૂર્તિને પાણીમાં નાંખી દેવામાં આવી હતી.
કાશ્મીર મુદ્દે વજુભાઈ વાળાએ કહ્યું, ‘હજુ અધૂરું કામ પત્યું છે, આખું પતાવવાનું બાકી છે’
2600 પોલીસ કર્મચારી તૈનાત કરાયા હતા
શ્રદ્ધાળુઓને ભગવાન વરદરાજાના દર્શનમાં કોઈ પ્રકારની તકલીફ ન થાય તે માટે મંદિર પ્રશાસન દ્વારા અહીં તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાનના દર્શન માટે પાસ બનાવાયા હતા. અહીં મફત દર્શન ઉપરાંત 50 થી 500 રૂપિયા સુધી દર્શન ટોકન પણ જાહેર કરાયા હતા. આ અંતર્ગત લોકોને અલગ અલગ સુવિધાઓ આપવામાં આવી હતી. 500 રૂપિયા સૌથી મોંઘું ટોકન વીઆઈપી દર્શન માટે હતુ. આ ઉપરાંત મંદિરના ગેટ પર બે બેગેજ સ્કેનર પણ લગાવાયા હતા. મંદિરની સુરક્ષા માટે 2600 પોલીસ કર્મચારીઓને ડ્યુટી માટે તૈનાત કરાયા હતા.
23 એકરમાં બનેલું છે મંદિર
અત્તિ વરદરાજા પેરુમલ મંદિર કાંચીપુરમના મુખ્ય મંદિરોમાંનું એક છે. આશરે 23 એકર વિસ્તારમાં બનેલા આ મંદિર પરિસરમાં કેટલાક તળાવો સહિત નાના મંદિરો પણ આવેલા છે. આ મંદિરમાં લગભગ 400 પિલ્લરવાળો હોલ પણ છે. મંદિર ત્રણ માળનું છે.
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે પણ બે દિવસ પહેલા અતિ વરદરાજાના દર્શન કર્યા હતા. તેઓ પત્ની સાથે મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા.