નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં 23 જૂને યોજાનારી રથયાત્રાને કોરોના મહામારીના કારણે 18 જૂને જ પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે ટોપની કોર્ટનાં આ નિર્ણયની વિરુદ્ધ અનેક પુનર્વિચાર અરજી દાખલ થઇ ગઇ અને કોર્ટથી પોતાનાં પૂર્વનાં આદેશ પર સ્ટે મુકી દીધો છે. પુનર્વિચાર અરજી પર સુનવી કરતા ચીફ જસ્ટિસ એસએસ બોબડેનાં નેતૃત્વમાં 3 જજોની બેન્ચે આઝે રથયાત્રા માટેની મંજૂરી આપી દીધી છે. કોર્ટમાં કેન્દ્ર સરકારે પણ રથયાત્રાનુ સમર્થન કર્યુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર સરકારે ચીનને આપ્યો મોટો ઝટકો, 3 ચાઇનીઝ કંપની વિરૂદ્ધ કરી કાર્યવાહી
- સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પુરી રથયાત્રા સ્વાસ્થય મુદ્દે સમજુતી કર્યા વગર મંદિર સમિતી, રાજ્ય અને કેન્દ્ર સરકારનાં સમન્વય સાથે આયોજીત કરવામાં આવશે. 
- SC નું કહેવું છે કે, રાજ્ય સરકારને પુરીમાં કોરોના વાયરસના કેસમાં સંખ્યામાં વધારો થવા પર રથયાત્રાને અટકાવવા માટેની સ્વતંત્રતાની છે. 
- સુપ્રીમે પુરીમાં રથયાત્રાની પરવાનગી આપવાની ઇચ્છા વ્યક્ત કરી પરંતુ પુરી ઉપરાંત ઓરિસ્સામાં ક્યાંય બીજે નહી.


ભગવાન જગન્નાથને રથ યાત્રા મામલે SC પહોંચી કેન્દ્ર સરકાર, આપી આ સલાહ
- CJI અમે શંકરાચાર્યનો સમાવેશ કરવાનો કોઇ ઉદ્દેશ્ય નથી દેખાતો. રથયાત્રાનું સંચાલન રાજ્ય સરકારનાં આધીન જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. 
- CJI નું કહેવું છે કે, અમે જરૂરિયાતથી વધારે પાર્ટીઓને જોડવા નથી માંગતા અને અમે કેન્દ્ર સરકારને પુછીએ છીએ કે રથયાત્રાનું સંચાલન શા માટે કરવું જોઇએ. સીજેઆઇએ કહ્યું કે, ઓરિસ્સા સરકાર આ વાત સાથે સંમત છે કે, ક્યાંય પણ રથયાત્રા ન થવી જોઇએ. 
- સુપ્રીમ કોર્ટમાં જગન્નાથ પુરી રથયાત્રા મુદ્દે સુનવણી ચાલુ થઇ ચુકી છે. ત્રણેય સભ્યો ખંડપીઠમાં સુપ્રીમ કોર્ટનાં મુખ્ય ન્યાયાધી જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ દિનેશ મહેશ્વરીનો સમાવેશ થાય છે. 


સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની દલીલ
કેન્દ્ર તરફથી SG તુષાર મહેતાએ કહ્યું કે, સદીઓની પરંપરાને અટકાવી શકાય નહી. તેમણે કહ્યું કે, આ કરોડોની આસ્થાની વાત છે. જો ભગવાન જગન્નાથ કાલે નહી જાય તો તેઓ પરંપરા અનુસાર 12 વર્ષ સુધી આવી શકે નહી. તેમણે દલિલ કરી કે તે સુનિશ્ચિત કરવા માટેની મહામારી ન ફેલાવે. સાવધાની વર્તતા રાજ્ય સરકાર એક દિવસ માટે કર્ફ્યું લગાવી શકે છે. શ્રી શંકરાચાર્ય દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા અનુષ્ઠાનોમાં તેઓ તમામ સેવાયત ભાગ લઇ શકે છે જેનો કોરોના ટેસ્ટ નેગેટિવ છે. લોકો ટીવી પર લાઇવ ટેલિકાસ્ક જોઇ શકે છે અને આશીર્વાદ લઇ શકે છે. પુરીનાં રાજા અને મંદિર સમિતી આ અનુષ્ઠાનોની વ્યવસ્થાની દેખરેખ કરી શકે છે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube