મહારાષ્ટ્ર: ક્લાસ ટીચરના હાથમાં Love લેટર આવતા વિદ્યાર્થીનીને આપ્યો ઠપકો, પછી...
પ્રેમીના હાથમાંથી તે પત્ર પ્રેમીકાના હાથમાં પહોંચવાને બદલે તેના ક્લાસ ટીચરના હાથામાં આવી ગયો હતો. ત્યાર બાદ ક્લાસ ટીચરે બંને વિદ્યાર્થીને ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ સામે ઠપકો આપ્યો હતો
ઔરંગાબાદ (સચિન કસબે): આજકાલ બાળકોમાં ઇશ્ક અને મોહબ્બતનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે. સોશિયલ મીડિયાના યુગમાં બાળકો પ્રેમ કરવા માટે ના તો સમજાદરી દેખાળી રહ્યા છે અને ના તો પરિવારના લોકો માટે વિચારી રહ્યાં છે. નાની ઉંમરમાં પ્રેમનો ફાયદો થતો તો નથી પરંતુ તેના ઘણા ખરાબ પરિણામો જોવા મળે છે. નાની ઉંમરમાં પ્રેમના આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં જોવા મળ્યો છે. જ્યાં એક પ્રેમીએ તેની પ્રેમીકાને ખેતરમાં લઇ જઇ પોતાની વાત કહેવા માગતો હતો.
વધુમાં વાંચો: આપણે ઇવીએમને ફુટબોલ કેમ બનાવી રહ્યાં છીએ: CEC
ક્લાસ ટીચરના હાથમાં આવ્યો લવ લેટર
પ્રેમીના હાથમાંથી તે પત્ર પ્રેમીકાના હાથમાં પહોંચવાને બદલે તેના ક્લાસ ટીચરના હાથામાં આવી ગયો હતો. ત્યાર બાદ ક્લાસ ટીચરે બંને વિદ્યાર્થીને ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ સામે ઠપકો આપ્યો હતો અને બંને બાળકોના માતાપિતાને સ્કૂલમાં બોવાલ્યા હતા. ત્યાર બાદ બંને બાળકોને બધાની વચ્ચે ઠપકો આપ્યો અને કહ્યું કે જો ફરી બીજી વખત આવું કંઇ થયું તો સારું રહેશે નહીં.
વધુમાં વાંચો: આંતકવાદ છોડી દેશ માટે શહીદ થનાર લાંસ નાયક વાણીને મળશે અશોક ચક્ર
ઘરે પહોંચતા જ વિદ્યાર્થીનીએ ભર્યુ આ પગલું
વિદ્યાર્થીનીએ ઘરે પહોંચીને આત્મહત્યા કરી લીધી છે. ક્લાસ ટીચરના ઠપકા બાદ પંઢરપૂરમાં એક નિર્દોષ છોકરીએ પોતાની જાતને અપમાનિત અનુભવ કરી અને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. આ પત્ર કોઇ અજાણ્યા શક્સે મોકલ્યો હતો. વિદ્યાર્થીનીના પિતાએ જણાવ્યું કે સ્કૂલથી તેમને ફોન આવ્યો હતો. તેઓ જ્યારે સ્કૂલ પહોંચ્યા ત્યારે છોકરી રડી રહી હતી. ક્લાસ ટીચર્સે કહ્યું કે છોકરીની પાસેથી પ્રેમપત્ર મળ્યો છે. છોકરી વારંવાર કહી રહી હતી કે તેનો કોઇ પ્રેમી નથી અને આ પ્રેમપત્ર કોણે લખ્યો છે તેની ખબર ન હતી. માતાપિતા છોકરીને સમજાવીને ઘરે લઇ આવ્યા. ત્યારે તે તાણવમાં દેખાઇ રહી હતી. સાંજે ઘરે કોઇ ન હતું, ત્યારે તેણે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી.
વધુમાં વાંચો: ગણતંત્ર દિવસ પર ઇતિહાસ રચવા જઇ રહી છે લેફ્ટિનેન્ટ કસ્તૂરી- ‘સૈન્યમાં લિંગ ભેદભાવ નથી’
વિદ્યાર્થીનીના મોત બાદ ગ્રામજનોએ પંઢરપૂરના વાખરી પોલીસ સ્ટેશન સામે ધરણા કર્યા હતા. તે પ્રેમીને પકડવાની માગ કરી હતી જેણે આ વિદ્યાર્થીનીને પ્રેમપત્ર લખ્યો છે. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.