ગણતંત્ર દિવસ પર ઇતિહાસ રચવા જઇ રહી છે લેફ્ટિનેન્ટ કસ્તૂરી- ‘સૈન્યમાં લિંગ ભેદભાવ નથી’

આર્મી સર્વિસ કોર્પ્સમાં લેફ્ટિનેન્ટ ભાવના કસ્તૂરી દેશને આ ગૌરવપૂર્ણ ક્ષણ આપશે. આ પહેલા લેફ્ટિનેન્ટ ભાવના કસ્તૂરીએ સેના દિવસે કરેલી પરેડમાં પણ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ આપ્યું હતું.

ગણતંત્ર દિવસ પર ઇતિહાસ રચવા જઇ રહી છે લેફ્ટિનેન્ટ કસ્તૂરી- ‘સૈન્યમાં લિંગ ભેદભાવ નથી’

નવી દિલ્હી: આ વખતે 70માં ગણતંત્ર દિવસે મહિલા સશક્તિકરણની ખુબજ મજબૂત તસવીર જોવા મળશે. 26 જાન્યુઆરીએ રાજપથ પર યોજાનાર પરેડમાં પહેલી વખત કોઇ મહિલા પૂરૂષ સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરતી જોવા મળશે. આર્મી સર્વિસ કોર્પ્સમાં લેફ્ટિનેન્ટ ભાવના કસ્તૂરી દેશને આ ગૌરવપૂર્ણ ક્ષણ આપશે. આ પહેલા લેફ્ટિનેન્ટ ભાવના કસ્તૂરીએ સેના દિવસે કરેલી પરેડમાં પણ મહિલા સશક્તિકરણની ઉદાહરણ આપ્યું હતું.

ઇન્ડિયન આર્મી સર્વિસ કોર્પ્સ (ASC)ની ટુકડીમાં 144 પુરૂષ જવાન સામેલ થશે. આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનાવા જઇ રહી છે. લેફ્ટિનેન્ટ કસ્તૂરીએ અમારી સહયોગી ચેનલ Wionના પત્રકાર સિદ્ધાંત સિબ્બલ સાથે કરેલી વાતચીતના થોડાક અંશ:

પુરૂષ ટુકડીનું નેતૃત્વ કરવા માટે તમને કેવો અનુભવ થઇ રહ્યો છે?
- આ મારા માટે ખુશી અને સન્માનની વાત છે. સાથે જ અમારા માટે આ ગૌરવની પણ વાત છે. આ આર્મી સર્વિસ કોર્પમાં ઐતિહાસિક પલ પ હશે કે અમારી ટુકડી ગણતંત્ર દિવસે સમારોહનો ભાગ બનશે. આ માત્ર મારા માટે નહીં પરંતુ અમારા બે જુનિયર કામીશંડ ઓફિસર્સ (જેસીઓ) અને 144 જવાનો માટે સૌભાગ્યની વાત છે. આ અમારા માચે ઔકિહાસિક હશે. તેનાથી અમે હમેશા માટે ઇતિહાસની પુસ્તકો ભાગ બની જઇશું.

સેનામાં મહિલા તરીકે તમારો અનુભવ કેવો છે?
- મારુ માનવું છે કે ભારતીય સેનામાં લિંગ અસમાનતા નામની કોઇ પણ વાત નથી. સેનામાં એક ઓફિસર હમેશા ઓફિસર જ રહે છે. જવાબદારી અને સેવાના અધિકાર પણ સમાન જ રહેતા હોય છે. અમે સેનાની ક્ષમતાની તસવીરનું કોઇ મોટુ પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરવાની મોટી તક મળી છે.

શું જૂની પરંપારઓ અને અડચણો દુર થઇ રહી છે.?
- હાં, ભારતીય સમાજમાં વિભિન્ન પ્રકારના ફેરફાર થઇ રહ્યાં છે. આ માત્ર સેનામાં જ નહીં પરંતુ સામાન્ય જીવનમાં પણ થઇ રહ્યાં છે. મહિલાઓ અદ્ભુત કાર્યકરી રહી છે. હું અહીંયા જરૂર કહેવા ઇચ્છુ છું કે અમે સતત સારૂ કરી રહ્યાં છે.

દેશની મહિલાઓને તમે શું સંદેશ આપવા ઇચ્છો છો?
- મારુ માનવું છે કે હું અત્યારે પણ ખાસ કરીને છોકરીઓ માટે રોલ મોડલ છું. હું બધાને એ કહેવા ઇચ્છુ છું કે પોતાના સ્વપ્ન જીવવાનો પ્રયાસ કરતા રહો. વચ્ચે ક્યારે હાર ના સ્વિકારો.

હાઉ ઇઝ ધ જોશ?
- જોશ ઇઝ હાઇ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news