નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં ચોવીસ કલાક પહેલા ગૂમ થયેલી આઠમા ધોરણની વિદ્યાર્થીનીને શોધવામાં લાગેલી પોલીસને જ્યારે છોકરીના ફોન કોલ્સની ડિટેલ્સ મળી તો માથું ભમી ગયું. સીડીઆરથી જે એવી એવી વાતો સામે આવી છે કે વિશ્વાસ જ ન થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીડીઆરથી જે માહિતી મળી છે તે મુજબ વિદ્યાર્થીની 36 છોકરાઓ સાથે મોડી રાત સુધી લાંબી ચેટ કરી ચૂકી છે અને તેમને બ્લોક પણ કરી ચૂકી છે. કોણ આ વિદ્યાર્થીનીને ભોળવીને લઈ ગયું છે તે હજુ સુધી આટલા બધા છોકરાઓની યાદી જોઈને પણ પોલીસ કન્ફર્મ કરી શકી નથી. હવે પોલીસ શાળામાં તેની સાથે ભણનારી છોકરીઓની પૂછપરછ કરીને એ જાણવાની કોશિશ કરી રહી છે કે વિદ્યાર્થીનીના નજીકના ફ્રેન્ડ સર્કલમાં કોણ કોણ સામેલ છે. 


પોલીસના જણાવ્યાં મુજબ શનિવારે એક ફરિયાદ મળી હતી કે શહેરની પ્રતિષ્ઠિત શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થીની વાર્ષિક પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી પણ પાછી ફરી નહીં. પરિજનોએ જ્યારે શાળાનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે વિદ્યાર્થીની તો પરીક્ષા આપવા પહોંચી જ નહતી. અનહોનીની આસંકામાં પરિજનો છોકરીને શોધવા માટે મદદની આશામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ દાખલ કરી છોકરીની શોધ શરૂ થઈ. 


અહીં હોળી પર જમાઈને ગધેડા પર બેસાડીને આખું ગામ ફેરવવામાં આવે છે, જાણો શાં માટે?


વિદ્યાર્થીના લાપત્તા થવાના મામલે પોલીસે પ્રાથમિક તપાસ માટે તેના મોબાઈલના વોટ્સએપ ચેટ તપાસવાનું શરૂ કરી દીધુ. પોલીસે વોટ્સએપ ચેટના આધારે છોકરીના એક મિત્રને બોલાવીને તપાસ શરૂ કરી તો છોકરીનો મિત્ર અન્ય છોકરાઓ સાથેની ચેટ જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. 


સીડીઆર રિપોર્ટમાં 36 નંબર તો એવા મળ્યા કે જેની સાથે રાતે બે-બે વાગ્યા સુધી લાંબી ચેટ થઈ હતી. એક એક કરીને તમામ નંબરો બ્લોક કરી દેવાયા હતા. હાલમાં જે નંબર પર વાત થઈ હતી તે છોકરાઓની પોલીસ પૂછપરછ કરી રહી છે. તપાસ દરમિયાન એક વિદ્યાર્થી એવો પણ મળ્યો જેણે પૂછપરછમાં જણાવ્યું કે તે પણ વિદ્યાર્થીનીને પ્રેમ કરતો હતો અને તેની આર્થિક મદદ પણ કરતો રહેતો હતો. તેને એ ખબર નહતી કે છોકરી અન્ય છોકરાઓ સાથે વાત કરતી હતી. આટલું જણાવ્યાં બાદ તે રડવા લાગ્યો હતો. પોલીસકર્મીઓએ તેને માંડ માંડ શાંત કરાવ્યો હતો. 


he Kashmir Files: કોંગ્રેસે રજૂ કર્યા 'પોતાના' ફેક્ટ્સ, કહ્યું- 400 પંડિતો જ માર્યા ગયા, જ્યારે 15,000 મુસ્લિમો માર્યા ગયા હતા


અત્રે જણાવવાનું કે છોકરીને કોરોનાકાળમાં ઓનલાઈન અભ્યાસ માટે પરિજનોએ મોબાઈલ ફોન અપાવ્યો હતો. વિદ્યાર્થીનીએ ઘર છોડતા પહેલા પોતાનો સ્માર્ટ ફોન ઘરે જ છોડ્યો હતો અને પોતાના ફેસબુક ફ્રેન્ડ સાથે ભાગી ગઈ. જો કે જતા પહેલા તે તેની બહેનપણીને આખી વાત જણાવીને ગઈ હતી. 


પોલીસ હાલ અન્ય બ્લોક કરાયેલા નંબરો સંલગ્ન લોકો સાથે પણ સંપર્ક કરવાની કોશિશ કરી રહી છે. આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની ઘરેથી વાર્ષિક પરીક્ષા આપવાના બહાને નીકળી પરંતુ શાળાએ પહોંચી જ નહીં. આ એક આંખ ઊઘાડતો કિસ્સો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube