નવી દિલ્હી: દેશના પાંચ શહેરો એવા છે જેના આંકડા જોતા કેન્દ્રની મોદી સરકાર ચિંતામાં છે. મુંબઈ, ઈન્દોર, જયપુર, પુણે અને અમદાવાદ જેવા શહેરોમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના સાજા થવાનો દર ઓછો અને મૃત્યુદર વધારે છે. આ જ કારણે કેન્દ્ર સરકાર ચિંતામાં છે. આ વિસ્તારોમાં કોરોના સંક્રમણના કેસો અને વાયરસથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહાનગરોમાં વાયરસની રોકથામ માટે છેલ્લા 10 દિવસમાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા લગભગ બમણી કરીને યુદ્ધસ્તરે ટેસ્ટિંગ ચાલુ કરી દીધા છે. જો કે અનેક જગ્યાઓ પર ટેસ્ટ કરવા માટે પૂરતી સુવિધા નથી. 


કેન્દ્ર સરકારના ડેટા મુજબ રાષ્ટ્રીય સ્તર પર રિકવરી રેટ 19 ટકાથી વધુ છે જ્યારે મુંબઈ, અમદાવાદ, ઈન્દોર અને જયપુરમાં કોરોના દર્દીઓના ઠીક થવાનો દર ઓછો છે. જયપુર અને ઈન્દોરમાં રિકવરી રેટ 8 ટકાથી ઓછો છે જ્યારે અમદાવાદમાં 10 ટકા છે. જ્યારે મુંબઈમાં રિકવરી રેટ 13 ટકા છે. જ્યાં સંક્રમણના સૌથી વધુ કેસ છે અને આ મહાનગર વાયરસથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યાના મામલે પણ આગળ છે. આ મામલે સૌથી સારું પ્રદર્શન દિલ્હીનું છે જ્યાં રિકવરી રેટ 28 ટકા છે. પૂણે, ઈન્દોર, અમદાવાદ અને મુંબઈમાં મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે. 


એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કોઈ શહેરમાં મૃત્યુદર વધુ અને ઠીક થવાનો દર ઓછો હોવાનો અર્થ એ હોઈ શકે છે કે ત્યાં સંક્રમિત દર્દીઓની જાણ મોડી થાય છે. આ સંક્રમણ ગંભીર અવસ્થામાં પહોંચી જાય છે જેને પરિણામે ત્યાં દર્દીને ઠીક થતા વાર લાગે છે અથવા તો મોત થાય છે. તેમણે કહ્યું કે રાજ્યોને નિર્દેશ અપાયા છે કે કન્ટેન્મેન્ટ ઝોન પર વધુ ધ્યાન આપો અને રેપિડ એન્ટી બોડી ટેસ્ટ માટે લોકોની આક્રમક ઢબે ટેસ્ટિંગ કરીને સંક્રમિત દર્દીઓની ઓળખ કરો. જેનાથી વાયરસના પ્રકોપને ઓછો કરવામાં મદદ મળશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube