LPG Gas Cylinder: કેન્દ્ર સરકાર મહિલાઓને રાહત આપવા માટે એલપીજી સિલિન્ડરનું વજન ઓછું કરવાની યોજના તૈયાર કરી રહી છે. રાંધણ ગેસ સિલિન્ડરોનું વજન 14.2 કિગ્રા હોવાના કારણે તે ખુબ ભારે લાગે છે. જેના કારણે મહિલાઓને ઉઠાવવામાં તકલીફ પડતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખતા સરકાર તેનું વજન ઓછું કરવા સહિત અનેક અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટ્રોલિયમ મંત્રીએ રાજ્યસભામાં આપી જાણકારી
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં આ અંગે જાણકારી આપી છે.  તે પહેલા સંસદના એક સભ્યે સિલિન્ડર ભારે હોવાના કારણે મહિલાઓને થતી સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. હરદીપ સિંહ પુરીએ આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે અમે નથી ઈચ્છતા કે મહિલાઓ અને દીકરીઓને સિલિન્ડરનું ભારે વજન ઉઠાવવું પડે. આ માટે અમે સિલિન્ડરનું વજન ઓછું કરવા પર વિચાર કરી રહ્યા છીએ. 


Omicron થી આવનારી ત્રીજી લહેરથી કેવી રીતે રહેવું સાવધાન? જાણો કેટલી ખતરનાક હશે


પીએમ ઉજ્જવલા યોજના હેઠળ અત્યાર સુધીમાં 8.8 કરોડ કનેક્શન
પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કે અમે એક રસ્તો કાઢીશું પછી ભલે તે 14.2 કિગ્રા વજનને ઓછું કરીને પાંચ કિલોગ્રામનું બનાવવાનું હોય કે પછી કોઈ અન્ય રીત.... અમે આમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ ઉપરાંત મંત્રી હરદીપ સિંહ પુરીએ ગૃહમાં જણાવ્યું કે દેશભરમાં ઉજ્જવલા 2.0 અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના  (PMUY)  હેઠળ 8.8 કરોડ એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. 


સંસદીય દળની બેઠકમાં PM મોદીએ કરી ટકોર, 'સાંસદો પોતાનામાં બદલાવ લાવે, નહીં તો પરિવર્તન નક્કી'


2016માં શરૂ કરાઈ હતી ઉજ્જવલા યોજના
ગૃહમાં વધુ બોલતા પુરીએ કહ્યું કે દેશભરમાં ગરીબ પરિવારોની વયસ્ક મહિલાઓના નામ પર આઠ કરોડ, જામીન વગરના એલપીજી કનેક્શન આપવા માટે એક મે 2016ના રોજ આ યોજના શરૂ કરાઈ હતી અને આ યોજનાના લક્ષ્યને સપ્ટેમ્બર 2019 સુધીમાં પુરો કરવામાં આવ્યો હતો. પુરીએ કહ્યું કે આ ઉપરાંત જામીન વગરના એલપીજી કનેક્શન માટે આ વર્ષ 10 ઓગસ્ટના રોજ ઉજ્જવલા 2.0 યોજના શરૂ કરાઈ હતી. યુપીના મેરઠ જિલ્લામાં પીએમયુવાય હેઠળ કુલ મળીને 1.64 લાખ એલપીજી કનેક્શન આપ્યા છે અને એલપીજી કનેક્શન આપવાની પ્રક્રિયા સતત ચાલુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube