Omicron થી આવનારી ત્રીજી લહેરથી કેવી રીતે રહેવું સાવધાન? જાણો કેટલી ખતરનાક હશે

અત્યાર સુધીમાં ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટના 23 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં આ વેરિએન્ટ 38થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. અહીં અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તમારે ઓમિક્રોનથી ડરવાની જરાય જરૂર નથી. કારણ કે હજુ સુધી ઓમિક્રોનથી દુનિયામાં એક પણ મોત નોંધાયુ નથી. પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. 

Updated By: Dec 7, 2021, 07:43 AM IST
Omicron થી આવનારી ત્રીજી લહેરથી કેવી રીતે રહેવું સાવધાન? જાણો કેટલી ખતરનાક હશે

નવી દિલ્હી: અત્યાર સુધીમાં ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટના 23 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં આ વેરિએન્ટ 38થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. અહીં અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે તમારે ઓમિક્રોનથી ડરવાની જરાય જરૂર નથી. કારણ કે હજુ સુધી ઓમિક્રોનથી દુનિયામાં એક પણ મોત નોંધાયુ નથી. પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. જો તમે સાવધાની વર્તશો તો આ જોખમથી પણ બચશો અને સમગ્ર ભારત પણ ઓમિક્રોનથી પેદા થનારી ત્રીજી લહેરથી બચી જશે. 

ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં આટલા છે કેસ
ભારતમાં ઓમિક્રોન પર તાજા અપડેટ એ છે કે હવે ભારતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. ગઈ કાલે જ મુંબઈમાં નવા બે કેસ નોંધાયા. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ 10 કેસ થયા છે. રાજસ્થાનમાં 9 કેસ સામે આવ્યા છે. જેમાંથી કેટલાક લોકો દક્ષિણ આફ્રિકાથી આવ્યા હતા. જેમણે જયપુરમાં એક લગ્ન એટેન્ડ કર્યા હતા જેમાં 100થી વધુ લોકો હાજર હતા. હવે આ મહેમાનોની યાદી કઢાવીને બધાનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાઈ રહ્યું છે. ભારતમાં હાલ લગ્નગાળો ચાલુ છે. મોટી સંખ્યામાં લોકો તેમા ભાગ લઈ રહ્યા છે. આથી અહીં અમે કહેવા માંગીએ છીએ કે જો તમારા ઘર પરિવારમાં પણ લગ્ન જેવું કોઈ આયોજન હોય તો તમે તેમા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂર કરો. 

IMA ની પાંચ મહત્વપૂર્ણ ભલામણો
આ ઉપરાંત રસીકરણ પર સોમવારે દિલ્હીમાં National Technical Advisory Group on Immunisation ની મહત્વની બેઠક થઈ જેમાં Indian Medical Association એટલે કે IMA એ 5 મહત્વપૂર્ણ ભલામણો કરી. પહેલી એ કે બાળકોનું રસીકરણ જલદી શરૂ  કરવામાં આવે. બીજી ZyCoV-D (ઝાયકોવ-ડી) રસી 18 વર્ષથી વધુ ઉંમરના  લોકોને આપવાની શરૂ કરવામાં આવે. આ ભારતની પહેલી Needle-free રસી છે જેમાં સોયની જગ્યાએ એક Injector નો ઉપયોગ થાય છે. ત્રીજી સ્વાસ્થ્ય કર્મીઓને બુસ્ટર ડોઝ આપવામાં આવે. ચોથી એ કે હાલ મુસાફરી પર પ્રતિબંધ ન લગાવવામાં આવે અને પાંચમી ભીડભાડવાળા આયોજન રોકવામાં આવે. જેથી કરીને નવા વેરિએન્ટના ફેલાવવાની ઝડપ ઓછી કરી શકાય. 

ત્રીજી લહેરનું કારણ બની શકે છે ઓમિક્રોન!
આ બધા વચ્ચે IIT Kanpur ના એક સ્ટડી મુજબ ઓમિક્રોન ભારતમાં ત્રીજી લહેરનું કારણ બની શકે છે અને આ લહેર આગામી વર્ષે જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે આવી શકે છે. આ એ જ સમય છે જ્યારે પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત ભારતના અનેક રાજ્યોમાં ચૂંટણી થવાની છે. આ સ્ટડી કરનારા પ્રોફેસર્સના જણાવ્યાં મુજબ સંક્રમણની સંખ્યા જરૂર વધશે પરંતુ પહેલાની જેમ લોકોને હોસ્પિટલોમાં દાખલ થવાની જરૂર નહીં પડે, ન તો ઓક્સીજનની કમી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે. પરંતુ આગામી વર્ષના શરૂઆતના મહિનાઓમાં જ્યારે સંક્રમણ પીક પર હશે તો રોજના 1 થી સવા લાખ કેસ નોંધાઈ શકે છે. 

આ સ્ટડીનો સાર એ છે કે ત્રીજી લહેર જરૂર આવી શકે છે પરંતુ તેનો પ્રભાવ બીજી લહેરની જેમ તબાહી લાવનારો નહીં હોય. જો હળવું Lockdown અને નાઈટ કરફ્યૂ લગાવવામાં આવે અને ભીડભાડવાળા આયોજનો પર રોક લગાવવામાં આવે તો ઓમિક્રોનને વધતો રોકી શકાય છે. 

આમ તો હાલ ઓમિક્રોન દુનિયાના 38 દેશો સુધી પહોંચી ગયો છે અને યુરોપીયન દેશોમાં તેના દર્દીઓ સતત વધી રહ્યા છે જ્યારે અમેરિકાના 50માંથી 15 રાજ્ય તેની ઝપેટમાં આવી ગયા છે. પરંતુ સારી વાત એ છે કે હજુ સુધી આ વેરિએન્ટથી કોઈ પણ મોત રેકોર્ડ થયું નથી. આથી હવે ભારત સહિત સમગ્ર દુનિયામાં એવી માગણી થઈ રહી છે કે બાળકો માટે જલદી રસીકરણ શરૂ કરવામાં આવે. કારણ કે બાળકો પાસે હજુ કોઈ ઈમ્યુનિટી નથી અને એ પણ કોઈને ખબર નથી કે આ નવો વેરિએન્ટ તેમના પર કેવી અસર પાડશે. 

વધુ વિગતો માટે જુઓ Video

બધુ મળીને તમારે એ ધ્યાન આપવાનું છે કે જે ભૂલો તમે પહેલી અને બીજી લહેર વખતે કરી હતી તે તમારે હવે કરવાની નથી અને કોવિડ પ્રોટોકોલનું કોઈ પણ કિંમતે પાલન કરવાનું છે. ઓમિક્રોનના કારણે દેશના અલગ અલગ શહેરોના એરપોર્ટ્સ પર વિદેશથી આવતા મુસાફરોનું કડક ચેકિંગ થઈ રહ્યું છે. જેના કારણે એરપોર્ટ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube