LPG Price: મહિનાના પહેલા દિવસે સવાર સવારમાં આવ્યા ખુશખબર, LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો
LPG Gas Cylinder Price Today: ઓગસ્ટ મહિનાનો પહેલો દિવસ છે અને ઓઈલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. સિલિન્ડરના ભાવમાં ઘટાડો જુલાઈમાં કિંમતોમાં વધારા બાદ જોવા મળ્યો છે. ઓ
LPG Gas Cylinder Price Today: ઓગસ્ટ મહિનાનો પહેલો દિવસ છે અને ઓઈલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કર્યો છે. સિલિન્ડરના ભાવમાં ઘટાડો જુલાઈમાં કિંમતોમાં વધારા બાદ જોવા મળ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક ઓગસ્ટની સવારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટે હવે 1680 રૂપિયા આપવા પડશે. પહેલા તેના માટે 1780 રૂપિયાની ચૂકવણી કરવી પડતી હતી. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભ ાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
નવા ભાવ 1 ઓગસ્ટથી લાગૂ કરવામાં આવ્યા
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવને એક ઓગસ્ટથી લાગૂ કરવામાં આવ્યા છે. ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. આ માટે રાજધાની દિલ્હીમાં પહેલાની જેમ જ 1103 રૂપિયા ચૂકવવાના રહેશે. કોમર્શિયલ ગસ સિલિન્ડર દિલ્હીમાં 1780 રૂપિયાથી ઘટીને 1680 રૂપિયા થયો છે. કોલકાતામાં પહેલા 1895.50 રૂપિયાની સરખામણીએ હવે 1802.50 રૂપિયા ચૂકવવાના રહેશે. એ જ રીતે મુંબઈમાં પહેલા એ 1733.50 રૂપિયાનો મળતો હતો, જે હવે 1640.50 રૂપિયાનો મળશે. ચેન્નાઈમાં કિંમત 1945.00 રૂપિયાથી ઘટીને 1852.50 રૂપિયા રહી ગઈ છે.
સિલિન્ડરના ભાવમાં 27 દિવસ બાદ કાપ
ઓઈલ કંપનીએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 27 દિવસ બાદ કાપ મૂક્યો છે. આ અગાઉ કંપનીઓ તરફથી 4 જુલાઈના રોજ 7 રૂપિયા સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો. જુલાઈ અગાઉ માર્ચ, એપ્રિલ, મે અને જૂનમાં સિલિન્ડરના ભાવ નીચે ગયા હતા. 1 માર્ચ 2023ના રોજ સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા હતી. ત્યારબાદ એપ્રિલમાં ઘટીને 2028 રૂપિયા થઈ, મે મહિનામાં તે 1856.50 રૂપિયા અને 1 જૂનના રોજ 1773 રૂપિયા થઈ ગઈ. પરંતુ ત્યારબાદ જુલાઈમાં 7 રૂપિયાની તેજી આવી અને સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1780 થઈ ગયા.
1 ઓગસ્ટના રોજ મેટ્રો સિટીમાં ગેસ સિલિન્ડરના ભાવ
દિલ્હી----1680 રૂપિયા
કોલકાતા----1802.50 રૂપિયા
મુંબઈ----1640.50 રૂપિયા
ચેન્નાઈ----1852.50 રૂપિયા