નવી દિલ્હી: એપ્રિલના પહેલા દિવસે અને નવરાત્રિની આઠમ પર તમારા માટે સારા સમાચાર આવ્યાં છે. કેન્દ્ર સરકારે રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના એલપીજી ગેસના સિલિન્ડરના ભાવ 61 રૂપિયા ઘટ્યા છે. જ્યારે કોલકાતામાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 65 રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં 62 રૂપિયા, અને ચેન્નાઈમાં 64.40 રૂપિયા ઘટ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસે VIDEO બહાર પાડીને નિઝામુદ્દીન મરકઝના લોકોની પોલ ખોલી, સત્ય શું છે તે જુઓ


આ અંગે જાણકારોનું કહેવું છે કે દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં સબસિડી વગરના 14.2 કિલોના સિલિન્ડરના ભાવ ઘટીને ક્રમશ: 744 રૂપિયા, 774 રૂપિયા, 714.50 રૂપિયા અને 761.50 રૂપિયા થયો છે. આ કિંમતો પહેલી એપ્રિલ એટલે કે આજથી લાગુ છે. 


કોરોનાને હરાવવા મજબુત કરો રોગ પ્રતિકારક શક્તિ, ગરમ પાણી પીવા સહિત આ ઉપાયો અજમાવો


આ બાજુ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં ઘટીને ક્રમશ 1,285.50 રૂપિયા, 1,348.50 રૂપિયા, 1,234.50 રૂપિયા અને 1,402 પ્રતિ સિલિડન્ડર થયો છે. ચારેય મહાનગરોમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ક્રમશ 96 રૂપિયા, 101.50 રૂપિયા, 96.50 રૂપિયા, અને 99.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો  થયો છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube