દિલ્હી પોલીસે VIDEO બહાર પાડીને નિઝામુદ્દીન મરકઝના લોકોની પોલ ખોલી, સત્ય શું છે તે જુઓ

દિલ્હી પોલીસે મંગળવારે એક વીડિયો બહાર પાડ્યો જેમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી નિઝામુદ્દીન મરકઝના સભ્યોને અપીલની સાથે ચેતવી રહ્યાં છે કે તેઓ મહેમાનોને પોતાના ઘરે પાછા ફરવાનું કહે જેથી કરીને કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સામાજિક અંતરના જે આદેશો સરકારે બહાર પાડ્યા છે તેમનું પાલન થઈ શકે. 

Updated By: Apr 1, 2020, 09:58 AM IST
દિલ્હી પોલીસે VIDEO બહાર પાડીને નિઝામુદ્દીન મરકઝના લોકોની પોલ ખોલી, સત્ય શું છે તે જુઓ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે મંગળવારે એક વીડિયો બહાર પાડ્યો જેમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી નિઝામુદ્દીન મરકઝના સભ્યોને અપીલની સાથે ચેતવી રહ્યાં છે કે તેઓ મહેમાનોને પોતાના ઘરે પાછા ફરવાનું કહે જેથી કરીને કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સામાજિક અંતરના જે આદેશો સરકારે બહાર પાડ્યા છે તેમનું પાલન થઈ શકે. 

કોરોનાની સારવારમાં કઈ દવા ઉપયોગમાં લઈ શકો? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ

પોલીસ અધિકારીએ જણાવ્યું કે વીડિયો 23 માર્ચ હજરત નિઝામુદ્દીનના એસએચઓ કાર્યાલયમાં બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એસએચઓ મરકઝના સભ્યોને વારંવાર કહી રહ્યાં છે કે તમામ ધાર્મિક સ્થળ બંધ છે અને એક સ્થાન પર પાંચથી વધુ લોકો ભેગા થઈ શકે નહીં. 

જ્યારે મરકઝના સભ્યોને કહી રહ્યાં છે કે આમ છતાં તેમની ઈમારતમાં મોટી સંખ્યામાં લોકો હાજર છે અને જો તેઓ પોલીસની વાત નહીં માને તો પોલીસ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. 

આઘાતજનક...તબલિગી જમાતના લોકોએ ભારત સહિત છ દેશોમાં ફેલાવ્યો કોરોનાનો ચેપ

વીડિયોમાં પોલીસ અધિકારી મરકઝના સભ્યોને વિસ્તાર ખાલી કરાવવા માટે એક નોટિસ પણ પકડાવે છે. વીડિયો બહાર પાડતા અગાઉ આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લા ખાન અને આતિશીએ પોલીસ પર વિસ્તાર ખાલી ન કરાવવા અને કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો. 

વીડિયોમાં એસએચઓ મરકઝના સભ્યોને સામાજિક અંતર જાળવવાની જરૂરિયાત અંગે સમજાવી રહ્યાં છે અને ઈમારતમાં રહેતા લોકોને બહાર કાઢવા માટે એસડીએમનો સંપર્ક કરવાનું કહે છે. 

બેઠક દરમિયાન મરકઝના સખ્યોમાંથી એક એસએચઓને અધવચ્ચે રોકે છે અને કહે છે કે તેમણે 1500 લોકોને બહાર કાઢી નાખ્યા છે પરંતુ લખનઉ, બિજનૌર અને વારાણસીના એક હજાર લોકો હજુ પણ બિલ્ડિંગમા છે. 

વીડિયોમાં સભ્ય કહે છે કે લોકડાઉનના કારણે મહેમાનોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવા માટે અસમર્થ છે. અધિકારી તેમને કહે છે કે તેઓ એસડીએમ સાથે આ અંગે વાત કરશે. 

ખાલી થયો નિઝામુદ્દીનનો મરકઝ, 2100થી વધુ લોકો હતાં હાજર
નિઝામુદ્દીનનો મરકઝ આજે સવારે 4 વાગે સંપૂર્ણ ખાલી કરાવ્યો. જ્યારે તે ખાલી કરાવ્યો ત્યારે ત્યાં 2100થી વધુ લોકો હાજર હતાં. જ્યારે મરકઝના લોકો દાવો કરતા હતાં કે ત્યાં માત્ર 1000 લોકો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube