નવી દિલ્હીઃ નેશનલ ઈલેક્શન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસ (ADR) દ્વારા તૈયાર કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણી લડી રહેલી 716 મહિલા ઉમેદવારોમાંથી 15 ટકા મહિલા ઉમેદવારો સામે અપરાધીક કેસ નોંધાયેલા છે. સંસ્થા દ્વારા 724 મહિલા ઉમેદવારોમાંથી 716 ઉમેદવારના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવી હતી. 8 મહિલા ઉમેદવારનું સોગંદનામું સ્પષ્ટ ન હોવાથી તેનું વિશ્લેષણ થઈ શકી ન હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

110 મહિલા સામે અપરાધિક કેસ
આ રિપોર્ટ મુજબ લોકસભા ચૂંટણી 2019 લડી રહેલી 716 મહિલા ઉમેદવારમાંથી 110 મહિલા (15 ટકા) ઉમેદવાર સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. જેમાંથી 78 મહિલા એ તેમની સામે ગંભીર અપરાધિક કેસ જેવા કે બળાત્કાર, હત્યા, હત્યાનો પ્રયાસ, મહિલા સામે અત્યાચાર જેવા કેસ નોંધાયા હોવાનું પોતાના સોગંદનામામાં સ્વીકાર કર્યો છે. 


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1996ની ચૂંટણી પછી બદલાયા ત્રણ વડાપ્રધાન


જાણો ચોંકાવનારી હકીકત


  • 2 મહિલા ઉમેદવાર અપરાધી સાબિત થયેલી છે. 

  • 4 મહિલા ઉમેદવાર સામે હત્યાની કલમ (IPC ધારા 302)ની કલમ દાખલ થયેલી છે. 

  • 16 મહિલા ઉમેદવાર સામે હત્યાનો પ્રયાસ (IPC ધારા 307)ની કલમ દાખલ થયેલી છે. 

  • 14 મહિલા ઉમેદવાર સામે મહિલા વિરુદ્ધ અત્યાચારના કેસ દાખલ થયેલા છે. જેમાં મહિલાની મંજૂરી વિરુદ્ધ તેનો ગર્ભપાત કરાવવો (IPC-313), મહિલાને અપરાધિક પ્રવૃત્તિ કરવા મજબૂર કરવી (IPC 354), કોઈ મહિલાનું અપમાન થાય તેવા શબ્દોનો પ્રયોગ કરવો (IPC 509).

  • 7 મહિલા ઉમેદવાર સામે ઉષ્કેરણીજનક ભાષણ આપવાના કેસ દાખલ થયા છે. 


પક્ષ પ્રમાણે અપરાધિક મહિલાઓ
કોંગ્રેસની 54 મહિલા ઉમેદવારમાંથી 10 (19%), ભાજપની 53માંથી 13 (25%), બસપાની 24માંથી 2 (8%), તૃણમુલની 23માંથી 4 (17%) અને 222 અપક્ષ મહિલા ઉમેદવારોમાંથી 21 (10%)એ પોતાના સોગંદનામામાં તેમની સામે ગંભીર અપરાધિક કેસ દાખલ થયેલા હોવાની માહિતી આપી છે. 


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1998, વાજપેયી બન્યા 13 મહિનાના વડાપ્રધાન 


કરોડપતિ મહિલા ઉમેદવાર
એડીઆર દ્વારા જે 716 મહિલા ઉમેદવારોના સોગંદનામાનું વિશ્લેષણ કરાયું છે તેમાંથી 255 (36%) મહિલા ઉમેદવાર કરોડપતિ છે. કોંગ્રેસની 54 મહિલા ઉમેદવારમાંથી 44 (82%), ભાજપની 53માંથી 44 (83%), બસપાની 24માંથી 9 (38%), તૃણમુલની 23માંથી 15 (65%) અને 222 અપક્ષ મહિલા ઉમેદવારોમાંથી 43 (19%)એ પોતાના સોગંદનામામાં 1 કરોડ કરતાં વધુની સંપત્તીની માહિતી આપી છે. 


[[{"fid":"215736","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ત્રણ મહિલા ઉમેદવાર સૌથી શ્રીમંત 
1. હેમા માલિની(ભાજપ), મથુરા સીટ: કુલ રૂ. 250 કરોડની સંપત્તી
2. ડી.એ. સત્યપ્રભા(ટીડીપી), રાજમપેટ સીટઃ કુલ રૂ.220 કરોડની સંપત્તી
3. હરસિમરત કૌર બાદલ (શીરોમણી અકાલીદલ), બઠિંડા સીટઃ કુલ રૂ.217 કરોડની સંપત્તી 


ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણી-1999: વાયપેયી ત્રીજી વખત બન્યા વડાપ્રધાન


મહિલા ઉમેદવારોની શૈક્ષણિક સ્થિતી
396 મહિલા ઉમેદવાર : ગ્રેજ્યુએટ અને ઉચ્ચ શિક્ષણ
232 મહિલા ઉમેદવાર : ધોરણ-5થી 12 પાસ
37 મહિલા ઉમેદવાર : માત્ર સાક્ષર 
26 મહિલા ઉમેદવાર : અભણ 


મહિલા ઉમેદવારોની વય 
531 ઉમેદવાર : 25-50 વર્ષની વચ્ચે 
180 ઉમેદવાર : 51-80 વર્ષની વચ્ચે 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....