નવી દિલ્હીઃ હરિયાણાની સરકારમાં મંત્રી એવા અનિલ વિજે જણાવ્યું છે કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જોઈને એવું લાગે છે જાણે કે જવાહર લાલ નેહરુનો આત્મા રાહુલ ગાંધીમાં પ્રવેશી ગયો છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા મંગળવારે આગામી લોકસભા ચૂંટણી 2019 માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના નેતા અનિલ વિજે ટ્વીટ કરીને કહ્યું કે, "કાશ્મીરને ભારતથી અલગ પાડવાનો પ્રયાસ જવાહર લાલ નેહરુએ કર્યો હતો. એ સપનું પૂરું કરવાનો ઈરાદો કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વ્યક્ત કર્યો છે."


નમો ટીવીઃ ચૂંટણી પંચે માહિતી અને પ્રસારણ મંત્રાલય પાસે માગ્યો ખુલાસો


એક અન્ય ટ્વીટમાં તેમણે જણાવ્યું કે, "કોંગ્રેસ રાજદ્રોહની ધારા સમાપ્ત કરવા માગે છે, જેથી લોકો પોતાના ઘરોમાં પાકિસ્તાનના ઝંડા લગાવે, પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવે અને તેમની સામે રાજદ્રોહનો કેસ પણ દાખલ ન થાય. કોંગ્રેસ ધારા 370ને સમાપ્ત કરવા માગતી નથી. આ ધારાએ જ કાશ્મીરને હિન્દુસ્તાનમાં ભળવા દીધું નથી."


લોકસભા ચૂંટણી 2019: આણંદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર છે કરોડોના માલિક


અનિલ વિજે વધુમાં લખ્યું છે કે, "કોંગ્રેસનો મેનિફેસ્ટો આતંકવાદીઓને કેન્દ્રમાં રાખીને બનાવાયો છે, જેથી તે મજબૂત થઈ શકે. લોહીનું એક એક ટીપું વહી જશે, પરંતુ કોંગ્રેસના આ ઈરાદાને સફળ નહીં થવા દેવાય."


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....