લોકસભા ચૂંટણી 2019: પ.બંગાળમાં ચૂંટણી ડ્યુટી પરના જવાને સાથીદારો પર કર્યું 13 રાઉન્ડ ફાયરિંગ
પશ્ચિમ બંગાળના હાવડા ખાતે બગનાન વિસ્તારમાં આ ઘટના ઘટી છે, જવાનના ગોળીબારમાં 1નું મોત થયું છે અને બે ઘાયલ થયા છે, પોલીસે જવાનની ધરપકડ કરી છે અને તેની પુછપરછ કરાઈ રહી છે
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની ડ્યુટીમાં આસામ પોલીસના એક જવાને ગુરૂવારે પોતાના સાથીદારો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો છે. આ ઘટનમાં એક જવાનનું મોત થયું છે જ્યારે બે અન્ય ઘાયલ થયા છે. પશ્ચિમ બંગાળના હાવડાના બગનાન વિસ્તારમાં થયેલી આ ઘટનામાં પોલીસે જવાનની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી કોન્સ્ટેબલ લક્ષ્મીકાંત બર્મન હાવડામાં ચૂંટણી ડ્યુટી પર તૈનાત હતો. ગુરૂવારે સવારે લગભગ 11.20 કલાકે આસામ પોલીસની સાતમી બટાલિયનના કોન્વોય 967માં તેનાત જવાન કોન્સ્ટેબલે લક્ષ્મકાંત બર્મને પોતાની ઈન્સાસ રાઈફલથી સાથીદારો પર 13 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
જાણો જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ પછી મસુદ અઝહરની એ કબૂલાત જે તેની સામે પાકો પુરાવો બની
આ ગોળીબારમાં સબ ઈન્સ્પેક્ટર ભોલાનાથ દાસનું મૃત્યુ થઈ ગયું, જ્યારે સબ ઈન્સ્પેક્ટર રાજબંગસી અને કોન્સ્ટેબલરંતુમઇમ બોરો ઘાયલ થયા છે.