લોકસભા ચૂંટણી 2019: જાણો પીએમ મોદી સામે ટક્કર લઈ રહેલી આ યુવતી કોણ છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા બેઠક પર બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. અહીં નામાંકન ભરવાનો આજે અંતિમ દિવસ હતો અને હિના નામની એક યુવતીએ આજે અંતિમ દિવસે અહીંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે, કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની સામે આ વખતે અજય રાયને ઉમેદવાર બનાવાયા છે, જ્યાસે સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર તેજ બહાદ્દુરનું નામાંકન પત્ર ચૂંટણી પંચ દ્વારા રદ્દ કરી દેવાયું છે
નવી દિલ્હીઃ કાશીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે લોકસભા ચૂંટણી લડનારામાં હવે માહન હોકી ખેલાડી મોહમ્મદ શાહિદની દિકરી હિનાનું નામ પણ ઉમેરાઈ ગયું છે. તેણે મહિલાઓના મુદ્દે અવાજ ઉઠાવાના ધ્યેય સાથે અંતિમ દિવસે ઉમેદવારી પત્ર ભર્યું છે. હિના જાણે છે કે, અહીં તેના અને પીએમ મોદી વચ્ચે ટક્કર નથી, પરંતુ તેમ છતાં તેને પરાજયનો ડર નથી.
હિનાએ જણાવ્યું કે, "એમ વિચારીને બેસી તો ન જવાય કે મોદીજીને હરાવવું અશક્ય છે. મને પરાજયનો ડર નથી અને રાજનીતિમાં હું લાંબી ઈનિંગ રમવા માગું છું. મને ખબર છે કે, અહીં ઘણા લોકો મને જાણતા પણ નથી, પરંતુ તેમ છતાં હું તેમની પાસે એક તક જરૂર માગીશ."
વારાણસી બેઠક પરનામાંકન ભરવાનો આજે અંતિમ દિવસ હતો અને હિના નામની એક યુવતીએ આજે અંતિમ દિવસે અહીંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે, કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની સામે આ વખતે અજય રાયને ઉમેદવાર બનાવાયા છે, જ્યાસે સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર તેજ બહાદ્દુરનું નામાંકન પત્ર ચૂંટણી પંચ દ્વારા રદ્દ કરી દેવાયું છે.
વારાણસીઃ બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદ્દુરનું નામાંકન કરાયું રદ્દ
ફેશન ડિઝાઈનર છે હિના
હિના વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે. આમ તે ઓલિમ્પિક હોકી ખેલાડી મોહમ્મદ શાહીદના દિકરી છે. હોકીમાં જ્યારે ડ્રિબલિંગનું નામ આવે છે ત્યારે શાહિદનું નામ સૌથી પહેલા આવે છે.
હોકીના મહાનાયક હતા શાહિદ
મોસ્કો ઓલિમ્પિક(1980)માં ગોલ્ડ અને એશિયન રમતોત્સવમાં (1982માં સિલ્વર અને 1986માં બ્રોન્ઝ) મેડલ જીતી ચુકેલા શાહિદ એ સમયે હોકીના મહાનાયક કહેવાતા હતા. શાહિદનો બનારસ પ્રેમ પણ સૌ જાણે ચે અને તેમણે 2016માં અહીં જ અંતિમ શ્વાસ લીધા હતા.
ગૌતમ ગંભીર પર બે વોટર આઈડી કાર્ડ રાખવાનો આપના ઉમેદવારનો ગંભીર આરોપ
ચૂંટણી લડવાનું કારણ
હિનાને જ્યારે પુછવામાં આવ્યું કે, તેમના પિતાને ઉચિત દરજ્જો ન મળવાનું દુખ તેને રાજનીતિમાં લઈ આવ્યું છે? તો હિનાએ કહ્યું કે, "હું અંગત મુદ્દાઓ સાથે રાજનીતિમાં આવી નથી. પિતાજીના અવસાન પછી અનેક પક્ષોએ માતાને રાજનીતિમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ અમે તેના માટે તૈયાર ન હતા. હું મહિલાઓના મુદ્દે અવાજ ઉઠાવવા માટે ચૂંટણી લડી રહી છું."
VIDEO: કોંગ્રેસીઓ મોદીને મારવાના સપના જોઈ રહ્યા છેઃ વડાપ્રધાન મોદીનો પ્રહાર
વડાપ્રધાનની કરી પ્રશંસા
હિનાનું માનવું છે કે, પીએમ મોદીએ છેલ્લા 5 વર્ષમાં વારાણસીમાં ઘણું કામ કર્યું છે, પરંતુ તેમની જાતિ આધારિત રાજનીતિ સામે તેને વાંધો છે. તેણે કહ્યું કે, "લગભગ તમામ રાજકીય પક્ષો જાતિના આધારે યુવાનોમાં ભાગલા પાડી રહ્યા છે. આ જોઈને દુખ થાય છે. તેનો વિરોધ જરૂરી છે અને તેના માટે આગળ આવવું પડશે."