જમ્મુ: મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને એક મોટી ભેટ આપી છે. સરકારે જમ્મુ અને કાશ્મીર માટે 1350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું કે આ નિર્ણયથી ખીણમાં રોજગારીની તકો પેદા કરવામાં મદદ મળશે. આ સાથે જ તેમણે કહ્યું કે એક વર્ષ માટે ખીણના લોકોને વીજળી અને પાણી પર 50 ટકા છૂટ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NIAને બંગાળ અને કેરળમાં મળી મોટી સફળતા, અલ-કાયદાના 9 સંદિગ્ધ આતંકી પકડાયા


જનતાને મળશે લાભ
ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ નિર્ણય અંગે જાણકારી આપતા કહ્યું કે આર્થિક સમસ્યાનો સામન કરી રહેલા બિઝનેસ સમુદાયના લોકો માટે 1350 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે. આત્મનિર્ભર ભારત અભિયાન ઉપરાંત અનેક મોટા પ્રશાસનિક પગલાં અમે ઉઠાવ્યા છે. જેનાથી જનતાને આવનારા સમયમાં મોટો લાભ મળશે. 


ખેડૂતો માટે 'સુરક્ષા કવચ' કહેવાતા બિલ પર આખરે કેમ ખેલાઈ રહ્યું છે રાજકારણ? 


કોઈ ભેદભાવ નથી
ઉપરાજ્યપાલ સિનાહાએ કહ્યું કે રાજ્યના લોકોની સમસ્યાઓને જોતા અમે  કે કે શર્માની અધ્યક્ષતામાં કમિટી બનાવી હતી. જેણે અનેક પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી. અમે જે પણ નિર્ણયો લીધા તે લોકોને ધ્યાનમાં રાખીને લીધા છે. આ પેકેજમાં અનેક ઈનોવેટિવ નિર્ણય લેવાયા છે. અહીંની વિશેષ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે નક્કી કર્યું છે કે 5 ટકાનું વ્યાજ કોઈ પણ ભેદભાવ વગર આપીશું. જેમાં 950 કરોડ સીધા યુટી પ્રશાસન આપશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube