લખનૌ: દેશભરમાં કોરોના સંક્રમણની વધતી ઝડપથી યુપી પણ બાકાત નથી. આ સંકટકાળમાં સારવાર ન મળતા દર્દીઓ ઘરમાં જ દમ તોડી રહ્યા છે. સ્થિતિ એવી છે કે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ તૈયાર નથી હોતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંખો સામે જ થયું પતિ અને પુત્રનું મોત
મીડિયા રિપોર્ટ મુજબ રાજધાની લખનૌના એલડીએ કોલોની સી-1 રહીશ અરવિંદ ગોયલ તેમના પુત્ર આશિષ ગોયલ સાથે હોમ આઈસોલેશનમાં હતા. ઘરમાં તેમની દિવ્યાંગ પત્ની રંજના ગોયલ હતી. જે ચાલી શકતી નહતી. હોમ આઈસોલેશન દરમિયાન રંજનાના પતિ અને પુત્રના તેમની નજર સામે શ્વાસ થંભી જાય છે. તેઓ મૃતદેહને જોઈને બૂમો પાડતા રહ્યા પરંતુ તેમનો અવાજ પાડોશીઓ સુધી પહોંચ્યો જ નહીં. હરવા ફરવામાં અસમર્થ હોવાના કારણે ઘરનો દરવાજો પણ ખોલી શક્યા નહીં. 


દુર્ગંધ આવતા શક ગયો
કોલોનીના લોકોને જ્યારે સી-1થી દુર્ગંધ આવી તો તેમણે પોલીસને આ અંગે સૂચના આપી. પોલીસના પહોંચ્યા બાદ કોલોનીના લોકોએ હથોડાથી અંદરથી બંધ દરવાજો તોડીને જોયું તો દંગ રહી ગયા. ઘરની અંદર બે મૃતદેહ પડ્યા હતા. મૃતકની પત્ની ગંભીર અવસ્થામાં પડી હતી. જો કે શ્વાસ ચાલુ હતા. 


ચાર દિવસ પહેલા ટહેલતા જોવા મળ્યા હતા અરવિંદ
કોલોનીના જણાવ્યાં મુજબ સમગ્ર પરિવાર હાલમાં જ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. ત્રણેયનો ઘરે જ ઈલાજ ચાલુ હતો. ચાર દિવસ પહેલા જ અરવિંદ પોતાના ઘરની અંદર ટહેલતા જોવા મળ્યા હતા. પરંતુ ત્યારબાદ તેઓ જોવા મળ્યા નહી. મહામારીના કારણે લોકો ઘરની બહાર નીકળતા નથી, આથી સમગ્ર વિસ્તાર સૂમસામ રહે છે. જેના કારણે કોઈ પણ ગતિવિધિની ખબર પડી નહી. 


પોલીસ કરી રહી છે અંતિમ સંસ્કાર
કૃષ્ણાનગર પોલીસ નીરિક્ષકે જણાવ્યું કે તેમના પરિવારના કોઈ અન્ય સદસ્ય અંગે કોઈ જાણકારી નથી. આવામાં પિતા-પુત્રના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પોલીસ દ્વારા થઈ રહી છે. જ્યારે મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. 


Corona Update: ઘટી રહ્યો છે કોરોનાનો પ્રકોપ? નવા કેસમાં ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ સ્થિતિ


કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરે આપઘાત કર્યો, સ્યૂસાઈડ નોટ વાંચીને રડી પડશો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube