હાથરસ કાંડઃ હાઈકોર્ટે યૂપી સરકારને લગાવી ફટકાર, પીડિત પરિવારે અદાલતમાં રાખી 3 માગ
યૂપીના ચર્ચિત હાથરસ કાંડને સ્વયં ધ્યાને લેતા સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેચે મામલાની સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે યૂપી સરકારને પણ ફટકાર લગાવી હતી.
લખનઉ/હાથરસઃ ઉત્તરપ્રદેશના ચર્ચિત હાથરસ કાંડ બાદ સોમવારે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેચે પીડિત પરિવાર સહિત યૂપી સરકારના ઓફિસરોને તમામ મુદ્દા પર સવાલ કર્યા હતા. મામલાને સ્વયં ધ્યાને લેતા કોર્ટે યૂપીના ડીજીપી, અધિક મુખ્ય સચિવ (ગૃહ) અને હાથરસ જિલ્લા તંત્રના ઓફિસોને સમન્સ પાઠવ્યું હતું. આ સિવાય હાઈકોર્ટે પીડિતાના પરિવારના બધા પાંચ લોકોને પણ અહીં બોલાવ્યા હતા. હાઈકોર્ટમાં આજની સુનાવણી સમાપ્ત થઈ ગઈ છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 2 નવેમ્બરે થશે.
હાઈકોર્ટે પોલીસની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી છે. પીડિતાના પરિવારે કોર્ટમાં કહ્યું કે, અંતિમ સંસ્કાર તેમની મંજૂરી વગર રાત્રે કરી દેવામાં આવ્યા. પરિવારજનોએ કહ્યું કે, અંતિમ સંસ્કારમાં અમને સામેલ કરવામાં આવ્યા નહીં. પરિવારજનોએ આગળની તપાસમાં ફસાવવાની આશંકા વ્યક્ત કરી સાથે સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી.
આ સુનાવણી દરમિયાન પીડિતાના પરિવારે હાઈકોર્ટની સામે પોતાનો પક્ષ રાખતા ત્રણ માગ રાખી હતી. પીડિતાના પરિવારે કોર્ટને કહ્યું કે, આ પ્રકારના મામલાને યૂપીની બહાર કોઈ રાજ્યમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપે. આ સિવાય પરિવારે વિનંતી કરી કે સીબીઆઈ તપાસના બધા તથ્યો તપાસ પૂરી થવા સુધી ગોપનીય રાખવામાં આવે, સાથે આ સમયગાળામાં પરિવારની સુરક્ષા નક્કી કરવામાં આવે.
ફારૂક અબ્દુલ્લાના નિવેદન પર ભાજપનો હુમલો, લગાવ્યા અનેક ગંભીર આરોપ
હાથરસ કાંડના પીડિત પરિવારની સાથે જાણીતા વકીલ સીમા કુશવાહાએ હાઈકોર્ટમાં તમામ દલીલો રાખી હતી. તો યૂપી સરકાર તરફથી એડિશનલ એડવોકેટ જનરલ વિનોદ શાહી કોર્ટમાં હાજર રહ્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે યૂપીના ડીજીપી, અધિક મુખ્ય સચિવ અને હાથરસના ડીએમ તથા એસપીને સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન પીડિતાના પરિવારના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube