નવી દિલ્હી: ત્રીસ દિવસની અંદર ત્રણ ગ્રહણનો સંયોગ લગભગ પચાસ વર્ષ બાદ સર્જાયો છે. 5 જૂનના રોજ ચંદ્ર ગ્રહણ (Lunar Eclipse) અને 21 જૂનના રોજ સૂર્ય ગ્રહણ પડ્યા બાદ હવે 5 જુલાઇના રોજ ફરી એકવાર ચંદ્ર ગ્રહણ સર્જાશે. જોકે આ વર્ષે ત્રીજું ચંદ્ર ગ્રહન સર્જાશે. આ વર્ષે 10 જાન્યુઆરીના રોજ ચંદ્ર ગ્રહણ લાગી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 જુલાઇના રોજ ગ્રહણ દરમિયાન ચંદ્રમા પર પૃથ્વીની છાયા પડશે. ચંદ્ર ગ્રહણ સૌથી વધુ ઉત્તરી અમેરિકા, દક્ષિણી અમેરિકા અને આફ્રીકામાં જોવા મળશે. આ ઉપરાંત ચંદ્ર ગ્રહણ દક્ષિણી-પશ્વિમી યૂરોપ અને હિંદ મહાસાગરના વિસ્તારોમાં પણ જોવા મળશે. ચંદ્ર ગ્રહણનો કુલ સમય 2 કલાક 45 મિનિટનો હશે. 


તમને જણાવી દઇએ કે ચંદ્ર ગ્રહણ દિલ્હીમાં જોવા મળશે નહી કારણ કે ચંદ્રમા ગ્રહણ દરમિયાન ક્ષિતિજની નીચે હશે. ભારતમાં ચંદ્રગ્રહણનો સમય બપોઅરે 3:07 મિનિટથી રાત્રે 8:37 મિનિટ અને 23 સેકન્ડ સુધી હશે.  


જોકે ઉપછાયા ચંદ્રછાયા ચંદ્ર ગ્રહણ હોવાના કારણે તેને જોઇ શકવું મુશ્કેલ હશે કારણ કે પૂર્ણ ચંદ્રમા અને ગ્રહણ વચ્ચે વધુ અંતર રહેશે નહી. ચોક્કસ ગ્રહણ દરમિયાન ચંદ્રમાનો રંગ શાહી પડતાં તેને ઓળખી શકાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube