non smokers lung cancer causes : જો તમે ધૂમ્રપાન નથી કરતા, તો પણ તમારે ચેતી જવાની જરૂર છે. કેમ કે ફેફસાંનું કેન્સર માત્ર ધૂમ્રપાન કરનારને જ નહીં પરંતુ ધૂમ્રપાન ન કરતાં લોકોને પણ પોતાના શિકાર બનાવી રહ્યું છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતમાં ફેફસાંના કેન્સરના અડધા વધારે દર્દીઓ નોન સ્મોકર્સ છે ત્યારે કેવી રીતે ધૂમ્રપાન ન કરતાં લોકોને પોતાના શિકાર બનાવી રહ્યું છે ફેફસાંનું કેન્સર? જોઈશું આ અહેવાલમાં... 


  • વર્ષ 2020 ફેફસાંના કેન્સરના 22 લાખથી વધુ નવા કેસ નોંધાયા....

  • વર્ષ 2020 ફેફસાંના કેન્સરથી 18 લાખ લોકોનાં મોત થયા...

  • વર્ષ 2020 ભારતમાં ફેફસાંના કેન્સરના 72,510 કેસ નોંધાયા...

  • વર્ષ 2020 ભારતમાં ફેફસાંના કેન્સરથી 66,729 લોકોનાં મોત થયા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આંકડા ચોંકાવનારા છે પરંતુ ફેફસાંના કેન્સર અંગે સામે આવેલાં એક રિપોર્ટે માત્ર ભારતીયોને ડરાવી દીધા છે. નવી સ્ટડીમાં સામે આવ્યું છે કે ભારતમાં ફેફસાંનું કેન્સર યુવાઓમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. જોકે હેરાન કરનારી બાબત એ છે કે ફેફસાંના કેન્સરના મોટાભાગના દર્દીઓ તે છે જેમણે ક્યારેય ધૂમ્રપાન કર્યુ નથી. 


સાયન્સ જર્નલ લેન્સેટમાં સાઉથ-ઈસ્ટ એશિયામાં ફેફસાંના કેન્સર પર એક સ્ટડી છાપ્યો છે... તેમાં જણાવવામાં આવ્યું છે કે હવે ફેફસાંનું કેન્સર ઝડપથી નોન-સ્મોકર્સમાં પણ ફેલાઈ રહ્યું છે. ભારતમાં ફેફસાંનું કેન્સર થવાની સરેરાશ ઉંમર 28.2 વર્ષ છે. જ્યારે પશ્વિમી દેશોમાં ફેફસાંના કેન્સરની અસર 54થી 70 વર્ષની વચ્ચે થાય છે. અમેરિકામાં સરેરાશ ઉંમર 38 વર્ષ છે. જ્યારે ચીનમાં 39 વર્ષની ઉંમરે ફેફસાંનું કેન્સર થાય છે. 1990માં ભારતમાં 1 લાખની વસ્તીએ 6.62 લોકોને ફેફસાંનું કેન્સર  થતું હતું. જે 2019 આવતાં આવતાં 1 લાખની વસ્તીએ 7.7 થઈ ગયું. 1990થી 2019 દરમિયાન પુરુષોમાં 10.36થી વધીને 11.16 અને મહિલાઓમાં ફેફસાંનું કેન્સર થવાનું પ્રમાણ 2.68થી વધીને 4.49 થઈ ગયું હતું.


સાહેબ! મારો પતિ નપુંસક છે, સસરા ન્હાતા સમયે ગંદા વીડિયો બનાવે છે, દુલ્હનના ખુલાસા


પહેલાં એવું હતું કે જે લોકો ધૂમ્રપાન કરતાં હતા તેમને જ ફેફસાંનું કેન્સર થતું હોવાનું સામે આવતું હતું પરંતુ હવે ફેફસાંના કેન્સરના મોટાભાગના એવા દર્દીઓ સામે આવી રહ્યા છે જેમણે ક્યારેય બીડી-સિગારેટ પણ ન પીધી હોય.. તો તેનો અર્થ એવો થયો કે તમે ભલે ધૂમ્રપાન ન કરતાં હોય પરંતુ તમારી આજુબાજુના લોકો સ્મોકિંગ કરી રહ્યા છે તો તનો ધુમાડો તમારા શરીરમાં જાય છે. આ સિવાય ખાણ અને ફેક્ટરીઓમાં કામ કરનારા નોન-સ્મોકર્સ પણ ફેફસાંના કેન્સરના દર્દી બની રહ્યા છે... 


લેન્સેટે સ્ટડીમાં જણાવ્યું છે કે શહેરી વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ નોન-સ્મોકર્સમાં ફેફસાંના કેન્સરનો ખતરો વધારી રહ્યું છે. હવામાં રહેલ PM 2.5 સૌથી મોટું રિસ્ક ફેક્ટર છે. PM 2.5નો અર્થ છે 2.5 માઈક્રોનનો કણ. તે માણસના માથાના વાળ કરતાં પણ 100 ગણો પાતળો હોય છે. તે એટલો નાનો હોય છે કે નાક અને મોં દ્વારા શરીરની અંદર ઘૂસી જાય છે પછી તે હ્રદય અને ફેફસાંને પ્રભાવિત કરી શકે છે.


હવામાં જ્યારે PM 2.5ના કણનું પ્રમાણ વધી જાય છે ત્યારે પ્રદૂષણ વધે છે અને પછી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં એક સ્ટડી થઈ હતી. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાભરમાં PM 2.5નું સૌથી વધારે પ્રમાણ ભારતમાં છે અને તેનું સૌથી વધારે પ્રમાણ દેશની રાજધાની નવી દિલ્લીમાં છે. ઠંડીની સિઝનમાં તો ભારતમાં ઘરની અંદરની હવા પણ બહારની હવાથી 41 ટકા વધારે પ્રદૂષિત હોય છે. એટલે ભારતની સરકારે ચેતી જવાની જરૂર છે. નહીં તો તે દિવસ દૂર નથી જ્યારે દેશના મોટાભાગના યુવાઓ ફેફસાંના કેન્સરથી ઝઝૂમતા હશે.


46 વર્ષ બાદ ખુલશે પુરીનો ખજાનો, રત્ન ભંડારની રક્ષા કરતો કોબ્રા બન્યો મોટું રહસ્ય