નવી દિલ્હીઃ કેરલમાં કોચ્ચિ બંદર પર નવનિર્મિત ક્રૂઝ ટર્મિનલ પર બુધવારે પ્રથમ લક્ઝરી ક્રૂઝ લાઇનર 'એમવી એમ્પ્રેસ' મુંબઈથી પહોંચી હતી. આ સાથે કેરલમાં મહામારી બાદ સ્વદેશી પ્રવાસનને પ્રોત્સાહિત કરવાની શરૂઆત થઈ ગઈ છે. લક્ષદ્વીપ જતી ક્રૂઝ લાઇનરમાં 1200 યાત્રીકો સવાર હતા. તે અહીં થોડા સમય માટે રોકાયું હતું, ત્યારબાદ 300 યાત્રી કિનારા પર પ્રવાસના ઈરાદાથી ઉતર્યા હતા. કેરલ પ્રવાસન વિભાગે પ્રવાસીઓનું ગર્મજોશીથી સ્વાગત કર્યું હતું અને માર્શલ વેલાકાની નર્તકો અને મહિલાઓના પરંપરાગત વસ્ત્રોમાં તેમનું અભિવાદન કર્યું હતું. 


ટર્મનિલ પહોંચનારૂ પ્રથમ લક્ઝરી ક્રૂઝ
કોર્ડેલિયા ક્રૂઝની માલિકીવાળી આ સબમરીન કોવિડ-19ના વિનાશકારી પ્રભાવ બાદ અત્યાધુનિક ટર્મિનલ પર પહોંચનારી પ્રથમ લક્ઝરી ક્રૂઝ છે. એક પ્રવાસી પ્રમાણે, હું મધ્ય પ્રદેશના ઈન્દોરથી છું. આ ઉત્સાહ વધારનારૂ સ્વાગત છે. અમે કોચ્ચિના હેરિટેજ વિસ્તારોમાં ફરીશું. કેરળ ટુરિઝમના જોઇન્ટ ડાયરેક્ટર આર રાધાકૃષ્ણન અને ડેપ્યુટી ડાયરેક્ટર ટીજી અભિલાષ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube