નવી દિલ્હીઃ #Me Too અભિયાનમાં ચારેય તરફથી ઘેરાઈ ગયા બાદ વિદેશ રાજ્યમંત્રી એમ.જે. અક્બરે રાજીનામું આપી દીધું છે. જોકે, તે પોતાના પર લાગેલા આરોપોને ખોટા જણાવી રહ્યા છે. હવે કોણ સાચું અને કોણ ખોટું એ તો આગામી સમય નક્કી કરશે, પરંતુ અત્યારે તો તેમને પદ ગુમાવવું પડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014ની ચૂંટણીનાં પરિણામ આવતાં પહેલાં એમ.જે. અક્બરે સૌને આંચકો આપતા ભાજપમાં જોડાયા હતા. આ અગાઉ તેઓ ભાજપ અને નરેન્દ્ર મોદીના આલોચક માનવામાં આવતા હતા. જોકે, ભાજપમાં આવતાં પહેલાં અકબર રાજકારણ માટે નવા ન હતા, તેઓ કોંગ્રેસ સાથે લાંબા સમયથી જોડાયેલા હતા.


અક્બરે લખેલા પુસ્તક 'બ્લડ બ્રધર્સ- અ ફેમિલી સાગા' અનુસાર તેમનો જન્મ 11 જાન્યુઆરી, 1951ના રોજ એક બિહારી પરિવારમાં થયો હતો. તેમનો પરિવાર પશ્ચિમ બંગાળના ચંદનનગર પાસે તેલિનીપારાની એક જ્યુટ મીલના કસબામાં રહેતો હતો. અક્બરના પૂર્વજ હિન્દુ હતા. તેમનાદાદાનું નામ પ્રયાગ હતું. એક રમખાણમાં તેમના દાદાને જ્યારે એક મુસ્લિમ પરિવારે બચાવ્યા તો તેમનાથી પ્રભાવિત થઈને તેમણે ધર્મ પરિવર્તન કર્યું હતું. 


ત્યાર બાદ તેમનું નામ રહેમતુલ્લાહ થઈ ગયું છે. અક્બરનું શિક્ષણ કોલકાતા બોયઝ સ્કૂલમાં થયું હતું. ત્યાર બાદ તેમણે કોલકાતા પ્રેસિડન્સી કોલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. 1967-70માં તેમણે અહીંથી જ અંગ્રેજીમાં બીએ ઓનર્સ કર્યું હતું. 


#Me Too : અભિયાન બાદ કેન્દ્ર સરકારનો નિર્ણય, મહિલા ઉત્પાડન કાયદામાં રહેલી ખામીઓ દૂર કરાશેઃ સૂત્ર 


પત્રકારત્વમાં બનાવી કારકિર્દી
એમ.જે. અક્બરે 1971માં પોતાની પત્રકારત્વની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે સૌથી પહેલા ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એક ટ્રેઈની તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેઓ ધ ઈલસ્ટ્રેટેડ વિકલીમાં સબ એડિટર તરીકે જોડાયા હતા. 1973 સુધી તેઓ ધ ઈલસ્ટ્રેટેડ વિકલી સાથે રહ્યા, ત્યાર બાદ તેઓ ફ્રી પ્રેસ જર્નલ મેગેઝિન સાથે જોડાયા હતા. 


ત્યાર બાદ તેઓ કોલકાતા પાછા ફર્યા. અહીં 1976માં તેમણે આનંદ બાઝાર પત્રિકા જોઈન કર્યું. અહીં તેઓ સંડે મેગઝિનના ગ્રુપ એડિટર બન્યા. કટોકટીના સમયમાં તેમણે પોતાના કવરેજને કારણે આ મેગેઝિન દેશભરમાં પ્રખ્યાત બન્યું. 1982માં તેમણે નવી ડિઝાઈન અને કન્ટેન્ટ સાથે ધ ટેલિગ્રાફ અખબાર લોન્ચ કર્યું. દેશના સૌથી પ્રભાવશાળી સંપાદકોમાંના એક રહેલા એમ. જે. અક્બરે ધ ટેલિગ્રાફ, ધ એશિયન એજના સંપાદક અને ઈન્ડિયા ટૂડેના એડિટોરિયલ ડિરેક્ટર રહી ચૂક્યા છે. 


#Me Too: એમ જે. એકબરનું વિદેશ રાજ્યમંત્રી પદેથી રાજીનામું 


કોંગ્રેસ સાથે શરૂ કરી રાજનીતિ
અક્બર 1989માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે સૌ પ્રથમ વખત બિહારની કિશનગંજ સીટ પર લોકસભા માટે ચૂંટાયા. 1991માં તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેઓ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પ્રવક્તા પણ રહ્યા છે. માર્ચ 2014માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. 2015માં તેઓ ઝારખંડથી રાજ્યસભાના સાસંદ બન્યા.


# Me Too : જાણો કઈ-કઈ મહિલાઓએ એમ.જે. અક્બર લગાવ્યા હતા જાતીય શોષણનાં આરોપ 


અનેક પુસ્તકો લખ્યા છે 
એમ.જે. અક્બરે અનેક જાણીતા પુસ્તકો લખ્યા છે. જેમાં જવાહરલાલ નેહરુનું જીવનકથા "ધ મેકિંગ ઓફ ઈન્ડિયા" અને કાશ્મિર પરઆધારિત "ધ સીઝ વિધીન" ચર્ચિત પુસ્તકો રહ્યા છે. તેઓ 'ધ શેડ ઓફ શોર્ડ', 'એ કોહેસિવ હિસ્ટ્રી ઓફ જેહાદ'ના પણ લેખક છે. 


તેમનું એક અન્ય ચર્ચિત પુસ્તક "બ્લડ બ્રધર્સ" છે, જેમાં ભારતમાં ઘટનાઓની માહિતી અને દુનિયા, ખાસ કરીને હિન્દુ-મુસ્લિમ સંબંધોની સાથે ત્રણ પેઢીઓની ગાથા છે. 


પાકિસ્તાનમાં ઓળખના સંકટ અને વર્ગવિગ્રહ પર આધારિત તેમનું પુસ્તક "ટિન્ડરબોક્સઃ ધ પાસ્ટ એન્ટ ફ્યુચર ઓફ પાકિસ્તાન" જાન્યુઆરી, 2012માં પ્રકાશિત થયું હતું.