નવી દિલ્હીઃ આલોક વર્માને સીબીઆઈના પ્રમુખ પદ પરથી ગુરુવારે દૂર કરાયા બાદ એમ. નાગેશ્વર રાવની ફરીથી સીબીઆઈના વચગાળાના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યાં સુધી બીજો કોઈ આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી તેઓ સીબીઆઈના પ્રમુખ પદે રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આલોક વર્માને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદ હેઠળની સમિતિની બેઠકમાં બે કલાક સુધી ચાલેલી ચર્ચા બાદ સીબીઆઈના વડાના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ સમિતિમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સુપ્રીમ કોર્ટના બીજા સિનિયર મોસ્ટ ન્યાયાધિશ એ.કે. સિકરી હતા. સમિતિમાં 2-1ની બહુમતિથી આલોક વર્માને તેમના પદ પરથી દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. 


સીબીઆઈ પ્રમુખ આલોક વર્માને પદ પરથી દૂર કરાયા


એમ. નાગેશ્વર રાવ બીજી વખત સીબીઆઈના વચગાળાના પ્રમુખ બન્યા છે. રાવ 1986 બેચના ઓડીશા કેડરના IPS અધિકારી છે. તેમને આ અગાઉ 23 ઓક્ટોબર, 2018ના રોજ મોડી રાત્રે સીબીઆઈના વચગાળાના ડિરેક્ટર બનાવાયા હતા. એ સમયે સીબીઆઈના વડા આલોક વર્મા અને વિશિષ નિદેશક રાકેશ અસ્થાનાની તમામ સત્તાઓ પાછી ખેંચીને બંનેને રજા પર ઉતારી દેવાયા હતા. 


એમ. નાગેશ્વર રાવે પ્રમુખ પદ સંભાળતાની સાથે જ અસ્થાના સામે ભ્રષ્ટાચાર કેસની તપાસ કરી રહેલા ડીએસપી એ.કે. બસ્સી, ડીઆઈજી એમ.કે. સિન્હા અને જોઈન્ટ ડિરેક્ટર એ.કે. શર્માની બદલી કરી દીધી હતી. 


ભારતના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...