નવી દિલ્હી: મોદી સરકારના પ્રયાસોથી લગભગ 100 વર્ષ પહેલા વારાસણીમાંથી ચોરાયેલી મા અન્નપૂર્ણા  ( Maa Annapurna Idol)ની મૂર્તિ કેનેડામાંથી ભારત પાછી ફરી છે. આ મૂર્તિ 11 નવેમ્બર એટલે કે ગુરુવારે ઉત્તર પ્રદેશ સરકારને સોંપવામાં આવશે. આ મૂર્તિમાં મા અન્નપૂર્ણાના એક હાથમાં ખીરની વાટકી અને બીજા હાથમાં ચમચી છે. માનવામાં આવી રહ્યું છે કે 18મી શતાબ્દીની આ મૂર્તિ 1913માં કાશીના એક ઘાટ પાસેથી ચોરી કરવામાં આવી હતી, અને ત્યારબાદ તેણે કેનેડામાં મોકલવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરીથી કાશીમાં સ્થાપિત કરવામાં આવશે મૂર્તિ
જાણકારી અનુસાર મા અન્નપૂર્ણાની આ મૂર્તિ કેનેડામાં એક વિશ્વવિદ્યાલયમાં રાખવામાં આવી હતી. તેને પાછી લાવવાની કોશિશ મોદી સરકાર કરી રહી હતી. મા અન્નાપૂર્ણાની આ પ્રાચીન મૂર્તિને 15 નવેમ્બરના દિવસે કાશી વિશ્વનાથ ધામમાં પરીથી સ્થાપિત કરવામાં આવશે. અગાઉ 4 દિવસોમાં આ મૂર્તિને 18 જિલ્લામાં દર્શન માટે રાખવામાં આવશે.


છેલ્લા 100 વર્ષોથી કેનેડામાં હતી
ગત વર્ષ પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આ મૂર્તિને ભારત પાછી લાવવા માટે જાણકારી આપી હતી. છેલ્લાં 100 વર્ષથી આ મૂર્તિ યુનિવર્સિટી ઓફ રેજિનાના મેકેન્ઝી આર્ટ ગેલેરીનો ભાગ હતી. આ મામલો તે સમયે સામે આવ્યો જ્યારે આ વર્ષે ગેલેરીમાં એક પ્રદર્શનની તૈયારી ચાલી રહી હતી. તે દરમિયાન કલાકાર દિવ્યા મેહરાની નજર આ મૂર્તિ પર પડી હતી. તેમણે આ મુદ્દાને ઉઠાવ્યો અને સરકારે પોતાની તરફથી તેણે ભારત લાવવા માટે કોશિશ ચાલું કરી. રેજિના યુનિવર્સિટીના ચાન્સેલર થોમલ ચેસએ આ મૂર્તિ ભારતના હાઈકમિશ્નર અજય બિસારિયાને સોંપી હતી.


આ જગ્યાએ દર્શન માટે જશે મૂર્તિ
11 નવેમ્બર – મોહન મંદિર ગાઝિયાબાદ, દાદરી નગર શિવ મંદિર ગૌતમ બુદ્ધ નગર, દુર્ગા શક્તિપીઠ ખુર્જા, બુલંદશહર, રામલીલા મેદાન અલીગઢ, હનુમાન ચોકી, હાથરસ, સોરોન અને કાસગંજ.
12 નવેમ્બર - જનતા દુર્ગા મંદિર એટા, લાખોરા, મૈનપુરી, મા અન્નપૂર્ણા મંદિર તિરવા, કન્નૌજ, પટકાપુર મંદિર કાનપુર.
નવેમ્બર 13- ઝંડેશ્વર મંદિર ઉન્નાવ, દક્ષિણ મુખી હનુમાન મંદિર લખનૌ, ભીટારિયા બાયપાસ બારાબંકી, હનુમાન ગઢી અયોધ્યા.
નવેમ્બર 14- દુર્ગા મંદિર કસ્બા KNIT, મીનાક્ષી મંદિર પ્રતાપગઢ, દૌલતિયા મંદિર જૌનપુર, બાબતપુર સ્ક્વેર અને શિવપુર ચોક વારાણસી.
15 નવેમ્બર - કાશી વિશ્વનાથ ધામમાં મૂર્તિની સ્થાપના.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube