નવી દિલ્હી: મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ગુનામાં એક ખુબ જ ક્રૂરતાપૂર્ણ, ભયાનક અને શરમજનક ઘટના સામે આવી છે. જેમાં ગ્રામીણોએ જાહેરમાં એક મહિલાના ખભા પર એક છોકરાને બેસાડી દીધો અને મહિલાને ખુબ દૂર સુધી છોકરાને ખભે બેસાડીને ચાલવા માટે મજબૂર કરાઈ. આ ઘટના સામે આવ્યા બાદ હવે ચાર વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 3 વ્યક્તિની ધરપકડ થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ગુના (Guna) જિલ્લાના એક ગામમાં ગ્રામીણોએ એક છોકરાને મહિલાના ખભે ચડાવીને જૂલૂસ કાઢ્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video)  થયો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા હડકંપ મચી ગયો. 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસપીએ જણાવ્યું કે 4 લોકો સામે ગુનો દાખલ થયો છે જેમાંથી 3ની ધરપકડ થઈ છે. તપાસ ચાલુ છે. 


Sandeep Nahar Suicide: Sandeep Nahar નો આત્મહત્યા પહેલાનો VIDEO આવ્યો સામે, તેણે જે કહ્યું...જાણીને રડી પડશો


વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હથિયારો અને ડંડા તથા ક્રિકેટ બેટ લઈને કેટલાક ગ્રામીણો મહિલાની પાછળ ચાલે છે અને કેટલાક તેને અપમાનિત કરે છે અને અપશબ્દો બોલે છે. એક છોકરો મહિલાના ખભે સવાર છે અને મહિલાને જબરદસ્તીથી ચાલવા માટે મજબૂર કરાઈ રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube