મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018 : કોંગ્રેસે 150 ઉમેદવાર નક્કી કર્યા
મધ્યપ્રદેશમાં 15 વર્ષથી વનવાસમાં રહેલી કોંગ્રેસ આ વખતે ભાજપને એક પણ તક આપવાના મૂડમાં દેખાતી નથી
ભોપાલઃ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 150 ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. મધ્યપ્રદેશના પ્રભારી દીપક બાબરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યની 230 વિધાનસભા બેઠકમાંથી કોંગ્રેસ દ્વારા 150 બેઠક માટેના ઉમેદવારોના નામ નક્કી કરી લેવાયા છે. આ તમામ નામ સર્વસંમતિથી નક્કી કરાયા છે.
તેમણે જણાવ્યું કે, બાકી રહેલી બેઠકો માટે ઉમેદવારોના નામ પર અત્યારે ચર્ચા ચાલુ છે. ટૂંક સમયમાં જ બાકીની બેઠકોના ઉમેદવારોના નામ પણ નક્કી કરી લેવાશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 વર્ષથી સત્તામાંથી બહાર રહેલી કોંગ્રેસ આ વખતે ભાજપને એક પણ તક આપવા માગતી નથી.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ માટે એન્ટી ઈન્કમ્બન્સીનો ડર, કોંગ્રેસને પરિવર્તનની તક
કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ યાદીમાં કોંગ્રેસના કેટલાક મોટા માથા પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. કેટલાક પૂર્વ સાંસદોને પણ કોંગ્રેસે ચૂંટણી મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. 150 બેઠકો પર નક્કી થયેલા નામમાં અડધાથી વધુ બેઠક પર ત્રણથી વધુ લોકોએ દાવો કર્યો હતો.
પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજન, પ્રેમચંદ ગુડ્ડીની સાથે અનેક પૂર્વ સાંસદોને આ વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવી દેવાયું છે. મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરૂણ યાદવને ખરગોન બેઠકની ટિકિટ મળે એવી સંભાવના છે.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2018 : સત્તા ટકાવી રાખવા ભાજપનો 'કાતર' દાવ?
મધ્યપ્રદેશમાં એક જ તબક્કામાં 18 નવેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. ચૂંટણી પરિણામ અન્ય રાજ્યોની સાથે 11 ડિસેમ્બરના રોજ આવશે.
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસનો 'હાથ' ઊંચો, ભાજપને નડશે એન્ટી ઈન્કમબન્સી?
મધ્યપ્રદેશ 2013 ચૂંટણી પરિણામ
- બેઠકઃ ભાજપ(165), કોંગ્રેસ (58), બીએસપી(4) અને અપક્ષ(3)
- મતની ટકાવારીઃ ભાજપ(44.88 ટકા), કોંગ્રેસ (36.38 ટકા), બીએસપી (6.29 ટકા)
- મતદાર સંખ્યાઃ કુલ મતદાર 4,66,36,788 (2,45,71,298 પુરુષ અને 2,20,64,402 મહિલા)
- મતદાન ટકાવારીઃ કુલ 70.07 ટકા (73.86 ટકા પુરુષ અને 70.09 ટકા મહિલા)
મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસ સામે ગઢ સાચવવાનો પડકાર
મધ્યપ્રદેશ 2008 ચૂંટણી પરિણામ
- બેઠકઃ ભાજપ(143), કોંગ્રેસ (71), બીએસપી(7), ભારતીય જનશક્તી(5), સપા(1) અને અપક્ષ(3)
- મતની ટકાવારીઃ ભાજપ(37.64 ટકા), કોંગ્રેસ (32.39 ટકા), બીએસપી (8.97 ટકા), બીજેએસએચ (4.71 ટકા), સપા (1.99) અને અપક્ષ (8.23)
- મતદાર સંખ્યાઃ કુલ મતદાર 3,62,66,969 (1,91,36,701 પુરુષ અને 1,71,30,236 મહિલા)
- મતદાન ટકાવારીઃ કુલ 60.28 ટકા (72.30 ટકા પુરુષ અને 65.91 ટકા મહિલા)
મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018: કોંગ્રેસે 40 ઉમેદવારોની યાદી જાહેર કરી
મધ્યપ્રદેશ 2003 ચૂંટણી પરિણામ
- બેઠકઃ ભાજપ(173), કોંગ્રેસ (38), સપા(7), ગોડવાના ગણતંત્ર પાર્ટી(3), રાષ્ટ્રીય સમાનતા દલ (2), બીએસબી (2), સીપીએમ(1), એનસીપી(1), જેડીયુ(1) અને અપક્ષ(2)
- મતની ટકાવારીઃ ભાજપ(42.50 ટકા), કોંગ્રેસ (31.61 ટકા), બીએસપી (7.26 ટકા), સપા (3.71) અને અપક્ષ (7.70)
- મતદાર સંખ્યાઃ કુલ મતદાર 3,79,36,518 (1,97,97,038 પુરુષ અને 1,12,71,686 મહિલા)
- મતદાન ટકાવારીઃ કુલ 67.25 ટકા (71.94 ટકા પુરુષ અને 62.14 ટકા મહિલા)
MPની આ એક બેઠક ખુબ ચર્ચામાં, છેલ્લા 41 વર્ષમાં ક્યારેય ખીલ્યું નથી કમળ, કોંગ્રેસનો કબ્જો